________________
૧૦૧
ત્યાં દુર્લભરાજ નરેશને શિવશર્મા નામે બ્રાહ્મણ પુરોહિત પિતાને માતુલ (મામ) રહે છે તેને ઘેર ગયા. બાદ તે બ્રાહ્મણ ઘણા છાત્રો (વિદ્યાથીઓ)ને તર્કવ્યાકરણદિક શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા હતા.
તેમાં એક વેદપદને અશુદ્ધ અર્થ સમજાવતો હતે. તે સાંભળી શ્રીજિનેશ્વરસૂરિએ કહ્યું,
હે વિદ્વાન ! આ પદને અર્થ આ નથી. તમે કેમ આવું અશુદ્ધ ભણાવો છે ?
ત્યારે બ્રાહ્મણ બે- તમને વેદાર્થનું જ્ઞાન કયાંથી? અને જે જાણતાં હોવ તે તમે જ આ પદનો અર્થ કહો.
એ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી ગુરુશ્રીએ જે જે એના સંદેહ હતા, તે સર્વે દૂર કરી નાખ્યા.
પછી સંતુષ્ટ થઈ પુરોહિત બેલ્યા. આપનું નિવાસ સ્થાન ક્યાં છે? આપના પિતાશ્રીનું નામ શું ? ગુરૂશ્રીએ જણાવ્યું કે, વારાણસી નગરી અમારું સ્થાન છે અને સેમ બ્રાહ્મણ પિતા છે.
તે સાંભળી પુરોહિતે જાણ્યું કે, આ તો મારા (ભાણેજ) છે, ત્યારબાદ તેણે બહુ માનપૂર્વક તેમને પોતાના ઘેિર રાખ્યા. | બાદ તે વાર્તા ચિત્યવાસી લોકેના જાણવામાં આવી, એટલે તેઓ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. જિનેશ્વરસૂરિ અહીં આવ્યા છે. વળી તેઓ સંવેગ રંગમાં