________________
હવે તે ત્રણે ભાઈબેન સેમેશ્વર મહાદેવની યાત્રા માટે ચાલતાં ચાલતાં સરસ નામના નગરમાં ગયાં.
ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરી તે રાત્રીએ ત્યાં જ સૂઈ ગયાં. | બાદ અર્ધરાત્રીને સમય થયે એટલે સોમેશ્વરદેવ પ્રગટ થઈ તેમને કહેવા લાગ્યા કે,
હે મહાનુભાવો ! હું તમને પ્રસન્ન થયે છું, તમારી ઈચ્છા પ્રમાણે વર માગો.
ત્યારબાદ તેઓએ વૈકુંઠની યાચના કરી, મેશ્વરે કહ્યું, ભાઈ! મને પણ વિકુંઠગતિ તે પ્રાપ્ત થઈ નથી તે હું તમને ક્યાંથી આપું?
પરંતુ જે તમારે વૈકુંઠની ઈચ્છા હોય તે તમે શ્રી વધમાનસૂરિના ચરણકમલની સેવા કરે. તે સૂરિજ કેવલ વિકુંઠદાતા છે.
એમ કહી તે દેવ અદશ્ય થઈ ગયો. પછી પ્રભાતકાળ થયો એટલે તે ત્રણે જણ નદીમાં સ્નાન કરી ઉપશ્રયમાં આવ્યાં અને ગુરુશ્રીને પ્રણામ કરી વૈકુંઠની પ્રાર્થના કરી.
ત્યારપછી ગુરુ એ પણ એક ભાઈના મસ્તકની શિખા ઉપર રહેલું વૈકુંઠ બતાવીને દયામય શ્રી જન ધર્મની પ્રરૂપણા વડે તેમને પ્રતિબંધીને દીક્ષા આપી. .