________________
૧૦૩
રાજાએ એમનાથી વિરૂદ્ધ એ ત્યવાસીઓને આચાર જોઈ ગુરૂ મહારાજને મુનિઓને આચાર પુછયે.
શ્રી જિનેશ્વરસૂરિએ કહ્યું કે, અમે મુખથી શું કહીએ ? દેવાધિષ્ઠિત એવો સરસ્વતી ભાંડાગાર આપના ત્યાં રહેલો છે. તેમાં સમસ્ત મતનાં સ્વરૂપ દર્શક પુસ્તકે રહેલાં છે, તે પુસ્તકાલયમાંથી એક પુસ્તક મંગાવે.
રાજાએ પણ પુસ્તક મંગાવ્યું. દશવૈકાલિક નામનું પુસ્તક લઈ તેઓ રાજસભામાં આવ્યા.
ગુરૂશ્રીએ કહ્યું કે, આ પુસ્તક આ ચૈત્યવાસીઓના હાથમાં આપો. તેઓ જ વાંચશે. પછી તેઓ વાંચવા લાગ્યા. વાંચતાં વાંચતાં સાધુના આચારનાં પત્ર આવ્યાં. તે છેડી દઈને આગળ ઉપર વાંચવા લાગ્યા.
ગુરૂશ્રી બેલ્યા, રાજસભામાં દિવસે ચોરી થાય છે. રાજાએ પૂછયું કેવી રીતે ? ગુરૂએ કહ્યું, આ લે કે એ વાંચતાં પત્ર મૂકી દીધાં. રાજાએ કહ્યું, એમ હોય તે તમે જ વાંચે.
ગુરૂ મહારાજે કહ્યું, એમાં અમારું કામ નથી. પક્ષપાત રહિત એવા બ્રાહ્મણ પાસે વંચાવે.
બ્રાહ્મણોને પુસ્તક આપ્યું એટલે તેઓએ યથાર્થ રીતે વાંચી સંભળાવ્યું.
તે સમયે શાસ્ત્રસંમત આચારના અવલેકનથી શ્રી જિનેશ્વરસૂરિને ઉદ્દેશી “એ અતિખર છે એ પ્રમાણે રાજાએ તેમની સ્તુતિ કરી.