________________
- ૧૦૪ ત્યાંથી જ તેમને ખરતર બિરૂદ પ્રાપ્ત થયું. તેમજ ચૈત્યવાસીઓને પરાજય થવાથી “કુંબલ” એવી સંજ્ઞા થઈ.
આ પ્રમાણે સુવિહિત પક્ષધારક શ્રી જિનેશ્વરસૂરિ વિક્રમ સંવત ૧૦૮૦માં ખરતર બિરૂદ ધારક થયા. તેમજ વળી એક દિવસ મરૂદેવા સાધવીએ ચાળીશ દિવસ સુધી અનશનવ્રત ગ્રહણ કર્યું, પ્રાંત સમયમાં શ્રી જિનેશ્વસૂરિએ નિર્જરા કરાવતાં તે સાદેવીએ કહ્યું કે, તમારું પોતાનું આગામી ઉત્પત્તિસ્થાન અમને જણાવજે.
ત્યારબાદ મરૂદેવા સાધ્વી ગુરુનું વચન સ્વીકારીને કાળ કરી દેવલોકમાં ગયાં અને દેવપણે ઉત્પન્ન થયાં. '
બાદ એક દિવસ તે દેવ સીમંધર સ્વામીને વંદન કરવા માટે નીકળ્યા, તે સમયે તેણે બ્રહ્મશાંતિ નામે યક્ષને કહ્યું કે, તારે શ્રી જિનેશ્વરસૂરિની પાસે જઈને
મ, સ, ટ, સ, ટ” આ પાંચ અક્ષરો કહેવા એમને અર્થ ગુરૂશ્રી પોતે જ જાણશે. તે સમયે યક્ષ સૂરિશ્રીની પાસે આવ્યો અને તે દેવના કહ્યા પ્રમાણે તેણે પાંચ અક્ષરો કહ્યા. બાદ ગુરૂ મહારાજે તેમને અર્થ કહ્યો, તદ્યથા–
નવી ના ઝાં,
गणिनी जा आसि तुम्ह गच्छम्भि । सग्गम्मि गया पढमे,
તેવો ના મીત્રો ? -