________________
તેમજ શ્રી બુદ્ધિસાગરસૂરિ એ સુલલિત વૃત્ત વડે વ્યાકરણ ગ્રંથ રચેલ છે. વિગેરે પ્રસ્તુત ગ્રંથકર્તાએ પોતાના બંને ગુરુઓનું વૃત્તાંત બહુ ટુંક સ્વરૂપમાં નિવેદન કર્યું છે. તે સંબંધી પુનરૂક્તિ કરવી અમને અહીં ઉચિત લાગતી નથી.
વળી શ્રીજિનેશ્વરસૂરિ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિનું સ્વ૯૫ ચરિત્ર અભયદેવસૂરિના પ્રબંધ પ્રસ્તાવમાં પ્રભાચંદ્રસૂરિએ પોતાના પ્રભાવક ચરિત્રની અંદર ઉપલબ્ધ પટ્ટાવલીથી વિસંવાદી વચનાનુસાર વર્ણવેલું છે.
કે તેમનું ચરિત્ર અહીં પ્રસંગે પાત્ત જણાવવું બહુ અગત્યનું છે. પરંતુ પટ્ટાવલી સહિત તેને ઉલ્લેખ આપતાં કંઈક વિસ્તાર પણ થઈ જાય અને અહીં તેટલો લેખ લખવામાં સ્થલનો પણ બહુ સંકેચ છે, છતાં પણ એતિહાસિક રસાસ્વાદજ્ઞ પુરૂષને યથાસ્થિત વિવેચન બહુ ઉપયોગી છે, એમ જાણું અહીં શ્રીપ્રભાવક ચરિક્ત સંબંધ દર્શાવવામાં આવે છે.
સવૃત્ત રૂપી રસથી ભરપુર જંબૂઢીપ નામે આમ વૃક્ષના ફલ સમાન અને ઉત્તમ પ્રકારના વર્ણવૃત્તને પ્રગટ કરવામાં અગ્રણી શ્રી માલવ નામે દેશ છે.
તેની અંદર મંડલા (દેશાગ્રણી-ખડ્રગા) વડે ઉદિત છે સ્થિતિ જેની, દુષ્ટોના વિગ્રહને દ્રોહ કરનારી અને નૃપશ્રીનું મૂલ સ્થાન ધાર નામે નગરી છે.