________________
સમયે પણ ધૈર્યને ત્યાગ કરતા નથી. અન્યત્ર પણ કહ્યું
“વિપક જૈમથા ક્ષમા,
सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाऽभिरुचिर्व्यसनं श्रुती,
પ્રતિનિધ્રુમિષ્ટિ મરામનામ્ | વિપતું કાલમાં ધર્ય રાખવું, તેમજ સંપત્તિના સમયે ક્ષમા, સભાની અંદર વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્ર શ્રવણમાં વ્યસન, આ સર્વ ગુણે મહાત્માઓને સ્વભાવસિદ્ધ હોય છે.
એ પ્રમાણે દ્વિજપુત્રોનું વચન સાંભળી શ્રેષ્ઠી બે
હે ભાઈઓ! જેટલું દુઃખ મને ધર્મ લેખના નાશથી થયું છે, તેટલું દુઃખ ઘન, અન્ન અને વસ્ત્રાદિકના દાહથી નથી થતું. કારણ કે ધર્મહીન મનુષ્યોમાં પરસ્પર બહુ કલેશનો સંભવ રહે છે અને તે ઉત્તરોત્તર ધર્મની હાનિકારક થઈ પડે છે.
હવે શું કરવું ? ધાન્યાદિક સર્વ વસ્તુઓ ફરીથી પ્રાપ્ત થઈ શકે છે, પણ આવી ધર્મવર્ધક અપૂર્વ વસ્તુ મળવી બહુ દુર્લભ છે.
તે સાંભળી બંને વિપ્રસુત બેલ્યા, અમે તે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ, માટે બીજે કઈ આપનો ઉપકાર અમારાથી થઈ શકે તેમ નથી, પરંતુ આપને તે લેખ આપને યથાક્ષર કહી સંભળાવીશું.