________________
અને પિતાની શક્તિ વડે તેમજ બુદ્ધિ બલ વડે તે વિનને દૂર કરો.
કારણ કે હાલના સમયમાં તમારા જેવા કેઈ બુદ્ધિશાલી નથી.
એ પ્રમાણે ગુરૂની આજ્ઞાને સ્વીકાર કરી ત્યાંથી. તેઓ નીકળ્યા અને અનુક્રમે ગુર્જરભૂમિમાં ધીમે ધીમે વિહાર કરતા શ્રી પાટણનગરમાં બહુ હર્ષથી તેમણે પ્રવેશ કર્યો.
સદ્ગીતાર્થના પરિવાર સહિત તેઓ સમસ્તનગરમાં. દરેક ઘરે ફરી વળ્યા. પરંતુ વિશુદ્ધ ઉપાશ્રય મળે નહીં. પછી તેમને ગુરૂનાં વચન સ્મરણ ગોચર થયાં.
હવે તે નગરમાં શ્રીમાન્ દુલર્ભરાજ નામે રાજા હતો. તેમજ નીતિજ્ઞાનનું શિક્ષણ આપવાથી બૃહસ્પતિને પણ ઉપાધ્યાય શ્રી સેમેશ્વરદેવ નામે પુરોહિત તેમાં રહેતો હતો.
તેને ત્યાં બંને સ્વરૂપધારી જાણે સૂર્યપુત્ર હાયને શું? તેમ તેઓ ગયા. તેના ગૃહદ્વારમાં રહીને તેઓ સંકેત સહિત વેદોચ્ચાર કરવા લાગ્યા. તેમજ બ્રહ્મ, પિતૃ અને દેવતીર્થનું પ્રતિપાદન કરવા લાગ્યા અને ચારે વેદોનાં રહસ્યોનું અતિ શુદ્ધિપૂર્વક વ્યાખ્યાન કરતા તેમને સાંભળ્યા.
તે સમયે સેમેશ્વરદેવ દેવકાર્યમાં બેઠેલો હતે. પરંતુ તેમના વેદોચ્ચારના વિનિમાં નિમગ્ન થયું છે. ચિત્ત જેનું,