________________
:: કર્ણહીન છતાં તે શ્રવણ કરે છે, વળી તે વિશ્વને * જાણે છે, પરંતુ તેને વેત્તા કઈ નથી એવા રૂપરહિત શિવ તથા તે શ્રીજિનપરમાત્મા તમારું સંરક્ષણ કરો. - એમ આશીર્વાદ આપ્યા બાદ તેમણે કહ્યું કે, આ કલેકની અંદર વર્ણવેલા શિવ અને શ્રી જિનપરમાત્માને અમે સ્વીકાર કરીએ છીએ.
તે સાંભળી પુરોહિતે પૂછયું, આપ ક્યાં ઉતર્યા છે? જવાબમાં તેમણે જણાવ્યું કે
અહીંયા રીત્યવાસીઓના કારણને લીધે અમને કોઈ પણ જગ્યાએ સ્થાન મળતું નથી.
બાદ ચંદ્રની કાંતિસમાન નિર્મલ છે હૃદય જેનું એવા તે પુરોહિતે પિતાની ચંદ્રશાલા તેમને રહેવા માટે આપી. પછી તેઓ પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહ્યા.
તેમજ ભિક્ષાના બેતાળીશ દોષથી મુક્ત અને નવકેટી વિશુદ્ધ એવું જે ભિક્ષાન પ્રાપ્ત થાય તે વડે લાલુપતા રહિત તેઓ જીવનવૃતિ ચલાવતા હતા.
મધ્યાન્હ સમયમાં યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત એવા અગ્નિહોત્રીઓને બેલાવીને ત્યાં મુનીદ્રોમાં તેમને દર્શન કરાવ્યાં.
બાદ શાસસિદ્ધાંતની પરીક્ષામાં તેઓ સારી રીતે પસાર થયા. છે એ પ્રમાણે બ્રહ્માની સભાની જેમ અપૂર્વ વિદ્યા વિને પરસ્પર ચાલતું હતું, તેટલામાં ચૈત્યવાસીઓના