________________
એ પ્રમાણે હકીકત સાંભળી પક્ષપાત રહિત એ “ભૂપતિ હાસ્ય કરી બેલ્યો. કેઈ કારણને લીધે દેશાંતરથી મારા નગરની અંદર આવેલા ગુણવાન પુરૂષે સુખેથી રહે, એમને રહેવા માટે કેણ ના કહી શકે? તેમના રહેવાથી આપણને શી હરકત છે? તેમાં દોષનું કારણ તે કંઈ દેખાવું જોઈએ?
એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી ત્યવાસીઓ બાલ્યા.
હે નરાધીશ ! આ સંબંધી એક પ્રાચીન ઇતિહાસ આપ સાંભળો,
ચાવડાવશમાં ઉત્પન્ન થયેલા શ્રી વનરાજભૂપતિને -નરેંદ્રગથ્થરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં શ્રી આદિવરાહની -ઉપમાને વહન કરતા શ્રીમદ્દ દેવચંદ્રસૂરિએ પાળી પોષીને મેટા કર્યા હતા,
“શ્રી શીલગુણસૂરિએ મેટા કર્યા હતા” એમ પણ કેટલાક વિદ્વાને કહે છે.
વળી તે સૂરિ પંચાશ્રય નામે સ્થાનમાં રહેલા ચીત્યમાં રહેતા હતા. તેમણે આ નગરમાં વસાવીને અહીંયાં તમને નવીન રાજ્ય આપ્યું અને ત્યાં સૂરિશ્રીએ વનરાજ વિહાર એવા નવા રૌત્યની સ્થાપના કરી. | વનરાજે પણ પોતે કૃતજ્ઞ હોવાથી તે ગુરુ મહારાજને બહુ સત્કાર કર્યો અને ત્યાં સર્વ સંઘે મળીને નરેદ્રની સાક્ષીએ વ્યવસ્થા કરી કે, ત્યવાસી યતિએને જે સંમત