________________
એ તે પુરોહિત અંભિત થઈ ગયો અને સર્વ ઈદ્રિયની. વૃત્તિને એક શ્રવણેદ્રિયમાં જ તેણે લાવી મૂકી.
બાદ તેમના દર્શનની ઈચ્છા ધરાવતા તે પુરોહિતે પિતાના બંધુને એકલી વચનામૃત વડે બહુ પુષ્ટિ કરી તેમને અંદર બેલાવરાવ્યા.
પિતાની પાસમાં આવેલા તેમને જોઈ તે વિચાર કરવા લાગ્યો.
બે સ્વરૂપ ધારણ કરી શું આ બ્રહ્મા આવ્યા હશે? પશ્ચાત્ એકબીજાનાં પરસ્પર દર્શન થયા બાદ પુરોહિતે બહુ માનપૂર્વક તેમને ભદ્રાસનાદિક ઉત્તમ પ્રકારનાં આસન આપ્યાં. બંને આચાર્યો તે આસનને ત્યાગ કરી પોતાના શુદ્ધકંબલના આસન ઉપર બેઠા.
પછી વેદોપનિષદનું તથા જનતત્ત્વસિદ્ધાંતનું વચન વડે સામ્યપણું પ્રગટ કરીને તેમણે તે સમયે એક આશીર્વાદ આપ્યો. अपाणिपादो ह्यमनोगृहीता,
पश्यत्यचक्षुः स शणोत्यकर्णः। स वेत्ति विश्वं नहि तस्य वेत्ता,
शिवो ह्यरूपः स जिनोऽवतादः ॥१॥ હાથ, પગ અને મનને સંબંધ જે ધરાવતું નથી, છતાં પણ તે વસ્તુને ગ્રહણ કરે છે.
તેમજ ચક્ષુ વિના છે, છતાં પણ નિરીક્ષણ કરે છે,