________________
સર્વ અભિગમ પૂર્વક લક્ષમીપતિ શેઠ ગુરૂશ્રીને પ્રણામ કરી નીચે બેઠા. બંને બાળકે પણ હાથજોડી વિનયપૂર્વક ગુરૂશ્રીની આગળ બેસી ગયા.
બાદ ઉત્તમ પ્રકારના લક્ષણોથી વિભૂષિત એવી બંનેની મૂર્તિ જોઈને ગુરૂ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. એમના શરીરની આકૃતિ જરૂર સ્વારને જીતનારી છે. વળી પૂર્વભવના સંબંધવાળા હોય ને શું? તેમ એક દૃષ્ટિથી ગુરૂના મુખારવિંદનું અવલોકન કરતા તે બંને -બાળકને ચારિત્રવ્રતને લાયક જાણી તેમણે દીક્ષા આપી.
ત્યારબાદ મહાવ્રતના ભારને વહન કરવામાં ધુરંધર અને ઉગ્રતપસ્વી એવા બંનેને યોગો દ્વહન પૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો.
પશ્ચાત્ તેમની યોગ્યતા જાણી ગુરુશ્રીએ તે બંનેને આચાર્યપદવી આપી. કારણ કે “સિદ્ધવાસ સૌરભ્યાસને પ્રાપ્ત થયા સિવાય રહેતો નથી.”
બાદ તેઓ પ્રથમ શ્રીજિનેશ્વર અને બીજા શ્રીબુદ્ધિસાગર એવા નામથી પ્રસિદ્ધ થયા.
તે સમયે શ્રી વર્ધમાનસૂરિએ તેમને વિહારને માટે આજ્ઞા આપી અને વિશેષમાં તેમણે કહ્યું.
શ્રી પાટણનગરમાં ચૈત્યવાસીઓનું બહુ બળ છે, જેથી -તેઓ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા માટે નિવાસસ્થાન આપતા નથી અને બહુ વિદન કરે છે. માટે તમે ત્યાં જાઓ