________________
૮૮ થાય. એમ જાણી બંનેની તે શ્રેષ્ઠી બહુ સારવાર કરવા લાગે.
હવે સપાદલક્ષ નામે દેશની અંદર, શત્રુ સમુદાયના મુખ ઉપર મશીને કૂર્ચ (કુ) ફેરવવાને સમર્થ કૃચંપુર નામે નગર છે.
જેની અંદર, પૃથ્વીને પાલન કરવામાં અત્યંત શક્તિ માનું અને અલ્લનરેંદ્રને પુત્ર શ્રીમાન ભુવનપાલ નામે યથાર્થ નામધારી પ્રસિદ્ધપણે રાજ્ય કરે છે.
તે નગરીમાં પ્રશમની સંપદાઓ વડે વૃદ્ધિ પામતે છે ગુણદધિ જેને અને સંસારના પારગામી શ્રી વર્ધમાન નામે આચાર્ય હતા,
જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોને ત્યાગ કર્યો હતો.
કદાચિત્ મેઘની ઉપમાને વહન કરતા તે સૂરિ તત્ત્વ વચનરૂપ ધારાઓ વડે વર્ષતા અને આ લોકના ઉદ્ધાર માટે વિહાર કરતા ધારાનગરીમાં પધાર્યા.
બાદ તેમનું આગમન સાંભળી લક્ષમી પતિ શેઠ, પ્રદ્યુમ્ર અને શાંત નામે પોતાના પુત્ર સહિ શ્રદ્ધાયુક્ત લમીધરની માફક બંને વિપ્રસુતને સાથે લઈ ગુરૂને વંદન કરવા માટે ગયા.
૧ પશ્ચિમે ચંબથી પૂર્વે પશ્ચિમ નેપાળ સુધીને ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે. એમ ધારવામાં આવતું તેથી એ નામ પડયું છે. હાલ એ નામ શિવાલિકટેકરીને જ લાગુ પડે છે.