________________
વિશેષ પ્રજ્ઞાના પ્રભાવથી અતિ કઠિન એ પણ તે લેખ સારી રીતે અભ્યાસ કરેલાની માફક સમ્યફ પ્રકારે તેમને કંઠસ્થ થઈ ગયા.
અન્યદા મારી પાસેથી લોકે સૂપકાર (રઈઆ)ની માફક ઉત્તમ પ્રકારે ઉપકારગ્રાહી થાય છે, પરંતુ તેઓ નિષ્ફર થઈ કંઈ પણ મને આપતા નથી, તેમજ બ્રાહ્મણે પણ મારા મુખથી આહુતિ આપતા છતા દેવતાઓને તૃપ્ત કરે છે. માત્ર હું તે તેમના દૂતપણાના ફલને જ ભોગવું છે, એમ જાણે પ્રકુપિત થયો હોય ને શું ? એમ અગ્નિએ તેમનો પ્રતિકાર કરવાના હેતુથી એક જ દિવસમાં સમસ્ત નગરી બાળી નાખી.
લક્ષ્મીપતિ શેઠ બીજે દિવસે સર્વસ્વ નાશ થવાથી તેમજ તે અપૂર્વ લેખેના દાહથી વિશેષપણે ખિન્ન થઈ લમણે હાથ દઈ ઝુરતા હતા.
તેવામાં પ્રભાત સમય જાણી તે બંને દ્વિજ બાલકો ભિક્ષા માટે તેમને ત્યાં આવ્યા. શ્રેષ્ઠીનું ગૃહ બળેલું જોઈ તેઓ બહુ દિલગીર થઈ ગયા અને કહેવા લાગ્યા કે
હે યજમાન ! આપનું આવું કષ્ટ જોઈ અમે પણ બહુ દુઃખી થયા છીએ, હવે અમે શું કરીએ ? પરંતુ સર્વ દુઃખમાં સુધા દુખ મેટું છે, “વુમુક્ષિત પ્રતિમાતિ વિચિત” ભુખ્યા માણસને કંઈ પણ રૂચતું નથી.
વળી હે શ્રેષ્ટિવર્ય! આપ આટલા બધા કાકાંત શાથી થઈ ગયા છે? તમારા સરખા ધીરપુરૂષે દુઃખના