________________
નથી. માટે તમારે માત્ર દેવની જ પૂરી કરવી પણ દેવમદિર બંધાવવું નહીં. | બાદ વિમલ મંત્રીએ દ્રવ્ય બળ વડે બ્રાહ્મણને વશ કરી લીધા અને સ્વર્ણ મુદ્રાઓનો વ્યય કરી ત્યાં જમીન લીધી. પછી ત્યાં આગળ શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો.
તેમાં અઢાર કરોડ અને પચાસ લાખ સેનિયાનો વ્યય કર્યો.
હજુ પણ ત્યાં “વિમલ વસહી” એવી પ્રસિદ્ધિ જાગ્રત છે.
ત્યારબાદ શ્રીવર્ધમાનસૂરિ વિક્રમ સંવત (૧૦૮૮)માં પ્રતિષ્ઠા કરીને પ્રાંતમાં અનશન ગ્રહણ કરી સ્વર્ગસ્થ થયા” એ પ્રમાણે પણ ઉલ્લેખ છે.
શ્રીવર્ધમાનસૂરિને પટ્ટધર અને પ્રસ્તુત ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ થયા.....“તરણ ચ કાચા ફુવે સીતા” રકશા થી આરંભીને “તેહિં સીયા ધાર મુળ” એમ સેનમા પરિચ્છેદના પ્રશસ્તિ પ્રકરણમાં અને પોતાના ગુરૂઓનું અને પિતાનું–ગ્રંથકર્તાનું વર્ણન આપેલું છે.
તે ઉપરથી આ ગ્રંથકર્તાના અને ગુરૂ સંભવે છે અને તે બંને ગુરુએ મહા સમર્થ હતા. જે જિનેશ્વર સૂરિએ વિવિધ ફ્લેષ અને અર્થાલંકારથી વિભૂષિત લીલાવતી નામે ગ્રંથ રચેલે છે અને તે સૂરિ સૂર્ય સમાન ઉત્કૃષ્ટ પ્રતાપી. હતા.