________________
૭૯
પટ્ટાવલીઓમાં દરેક ઠેકાણે શ્રી ઉદ્યોતનસૂરિ માટે સર્વ. દેવસૂરિને અધિકાર કહેલો છે. તે યોગ્ય છે. કારણકે તેઓ તપાગચ્છના નાયક છે. માટે તેમનું વૃત્તાંત લખવું ઉચિત છે.
તેમજ દરેક ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ઉદ્યોતનસૂરિની પશ્ચાત્ વર્ધમાનસૂરિના વૃત્તાંતને જ ઉલ્લેખ કર્યો છે, તે પણ ન્યાધ્ય છે, કારણ કે તેઓ ખરતરગચ્છના અધિપતિ છે. હવે ખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીવર્ધમાનસૂરિનું કિંચિત્ વૃત્તાંત કેઈક ભાગમાં લખેલું છે.
તદ્યથા–અંભેહર દેશની અંદર સ્થવિરમંડલીમાં વૃદ્ધ ગણાતા શ્રીજિનચંદ્રાચાર્ય રીત્યવાસી હતા. ચોરાશી ૌના તેઓ ભોક્તા હતા, એમ અન્યત્ર પણ તેમની પ્રસિદ્ધિ છે. તેમના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ હતા. જેમણે કમવાર ચૈત્યવાસનો ત્યાગ કર્યો હતો. તે વૃત્તાંત પ્રભાવક ચરિત્રના કર્તાએ એક કલોક વડે સ્તુતિ કરતાં જણાવ્યું છેचतुभिरधिकाशीति-श्चत्यानां येन तत्यजे। सिद्धान्ताभ्यासतःसत्य-तत्त्वं विज्ञाय संसृतेः॥१॥
જે વર્ધમાનસૂરિએ સિદ્ધાંત ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો, જેથી તેમણે સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોના વાસનો ત્યાગ કર્યો હતે.
હવે તે વર્ધમાનસૂરિ પોતાના ગુરૂ પાસે સિદ્ધાંતની અવગાહના કરતા હતા. તેવામાં ચેસશી આશાતનાઓને અધિકાર આવ્યા, એટણે તેમણે ગુરૂને કહ્યું. -