________________
ઉદ્યોતનસૂરિ હતું અને તે પ્રમાણ ગુવલ્યાદિક અનેક વૃત્તગ્રંથમાં તે સૂરિવર્યની સાર્થકપદવી સુપ્રસિદ્ધ છે.
વધમાનસૂરિ, ઉદ્યોતસૂરિના જ શિષ્ય છે, એ પ્રમાણે સર્વત્ર ઉલેખની પ્રસિદ્ધિ જોવામાં આવે છે. એ ઉપરથી ઉપાધ્યાય અવસ્થામાં અલ્લક અને સૂરિ અવસ્થામાં ઉદ્યતન નામ નિશ્ચિત થાય છે.
વળી પ્રસ્તુત ગ્રંથકારે પ્રદ્યોતનસૂરિ નહીં લખતાં અલ્લકઉપાધ્યાયને ઉલ્લેખ કર્યો છે, તેનું અસાધારણ કારણ તે એટલું જ છે કે ઉપાધ્યાય નામથી તેમની કેમાં અતિશય પ્રસિદ્ધિ હતી.
જેમ કે શ્રીમદ્દ ન્યાયનિધિ “વિજયાનંદસૂરિ” એ નામ આચાર્યપદ પ્રદાનના સમયે આપેલું, છતાં પ્રાચીન “આત્મારામજી” એવા નામથી પ્રજ્ઞા, જ્ઞાન, વૈર્ય અને ક્ષમાદિક ગુણોને લીધે પ્રસિદ્ધ થયેલા. જેથી હાલમાં પણ કેટલાક લોકે તે તે સ્થળે તે નામથી વ્યવહાર કરે છે.
વળી ઉદ્યોતનસૂરિની ઉપાધ્યાય તરીકે બહુ જ પ્રસિદ્ધિ હતી, તેને સંવાદ મળી આવે છે. - તે જ પ્રમાણે પટ્ટાવલીમાં પણ લખે છે કે"तत्पद्देनीउद्योतनसू रिः अस्माचतुरशीतिगच्छस्थापना जाता" તેમની પાટે શ્રી ઉદ્યોતનસૂરિ થયા અને એમનાથી રાશીગોની સ્થાપના પ્રગટ થઈ ' ' . .