________________
૫૩ - તેમાં દરેક સ્થલે વિવિધ પ્રકારના પ્રાગે જોવામાં આવે છે, તે પણ “શેષ પ્રતિવ” શેષ રનવ” “ચત્ર” ઈત્યાદિક નિયમને લીધે તેઓમાં કેટલાક પરસ્પર ભેદ જોવામાં આવે છે. વિગેરે ચર્ચનીય વિષય અહીં નહીં લંબાવતા હવે અન્ય તરફ દષ્ટિ કરીએ છીએ.
જે સમયે પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતાદિક ગ્રંથ રચાયા હતા, તે સમયે આબાલગોપાલ સુધીના સર્વ લોકેમાં આ ભાષાને જ અનન્ય પ્રચાર હોવો જોઈએ, એમાં કઈ પ્રકારને સંદેહ માનવા જેવું નથી. અન્યથા તે ભાષાને તે જે પ્રચાર ન હોય તે પૂર્વોક્ત સિદ્ધાંતાદિક ગ્રંથોથી જનસમાજને જોઈએ તેટલો ઉપકાર થઈ શકે નહીં અને અને આચાર્યોએ તે લોકપકારને માટે સરલતાથી સામાન્યપણે સર્વ કે સમજી શકે તેવા હેતુથી તે ભાષાની પ્રવૃત્તિ કરી હતી.
હવે જે તે ભાષા લેકમાં પ્રચલિત ન હોય તે આચાર્યોને મૂળ હેતુ સિદ્ધ થાય નહી. આપણે આ ભાષાને દેશભાષા માનવી ઉચિત છે. વળી મગધ દેશમાં ઉત્પન્ન થયેલી અથવા તે દેશને સંબંધ ધરાવતી હતી, તેથી તે ભાષા માગધી કહેવામાં આવી.
આ કારણને લીધે જ તેનું નામાંતર થયું. વસ્તુતઃ તે પ્રાકૃત ભાષા જ છે. જેમકે મગધ દેશમાં વ્યવહાર કરવાથી તે માગધી બેલવામાં આવી. તેમ શૌસેની વિગેરેના વિભેદો પણ તત્ તત્ દેશ પરત્વે સમજવા.