________________
૫૮
વિષધરને શાંત કરવામાં જળ અને મંત્રસમાન આ સુરસુંદરી કથા છે.
આ ઉપરથી કર્તાને નિશ્ચય થયો. પરંતુ ભિન્નભિન્ન ગોને આશ્રયીને ધનેશ્વર નામના બહુ ગ્રંથકારો સ્મરણ ગોચર થાય છે.
જે પૈકીના પ્રથમ તે શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરમુનિ થઈ ગયા. તેમણે સૌરાષ્ટ્ર દેશમાં આવેલી વલભીપુર (વલા)ની રાજધાની ઉપર વિરાજતા શિલાદિત્ય રાજાને માટે આ ગ્રંથ બનાવ્યો હતે, માટે શિલાદિત્યની વિદ્યમાનતાને સમય એજ એમને સત્તાકાલ સમજવો.
વળી શિલાદિત્યને સમય વલભીપુરના ભંગની. નજીકમાં હતા, કારણ કે રાજ્ય સમયના અંતરમાં જ વલભીપુર ભાગેલું છે.
- હવે વલભીપુરને નાશ ક્યારે થયે, તેને નિર્ણય ચોક્કસ કહી શકાતું નથી. કારણ કે પ્રાચીન અને આધુનિક વિદ્વાનેના હાલમાં પણ સંબંધી અનેક પ્રકારના મતભેદ રહેલા છે. જેથી તેને નિર્ણય અદ્યાપિ વિવાદગ્રસ્ત રહેલ છે.
વળી તે સંબંધમાં શ્રીમાન રાજશેખર સૂરિ લખે છે. विक्रमादित्यभूपालात्, पञ्चषित्रिकवत्सरे । जातोऽयं वलभीङ्गो-ज्ञानिनः प्रथमं ययुः॥१॥