________________
એ મંતવ્ય પણ બહુ અશક્ય છે. કારણકે પ્રસ્તુત ગ્રંથકર્તા ધનેશ્વરમુનિને ગુરૂશ્રીએ જ્યારે સૂરિપદવી આપી છે, ત્યારે જિનભદ્ર એવું નામાંતર કરેલું છે. એવી સંભવના થઈ શકે છે.
વળી શ્રીજિનેશ્વરસુરિ અને શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિને કે શિષ્ય પરિવાર બહુ વિશેષ સંખ્યામાં હતું, છતાં પણ શ્રીજિનચંદ્ર, શ્રીમદ્દ અભયદેવ, અને શ્રીજિનભદ્રસૂરિ, એ ત્રણેને સાહચર્યાદિક સદ્દભાવ બહુ પ્રસિદ્ધ હતું. એ સંબંધમાં શ્રીમદ્દ અભયદેવસૂરિ લખે છે. तयोरेव विनेयानां, तत्पदं चानुकुर्वताम् । श्रीमतां जिनचन्द्रारव्य-सत्प्रभूणां नियोगतः॥१॥ श्रीमजिनेश्वराचार्य-शिष्याणु गुणशालिनाम् ॥ जिनभद्रमुनींद्राणा-मस्माकं चांहिसेविना ॥२॥
શ્રીમાનજિનેશ્વરસૂરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરીશ્વરના શિષ્ય અને તેમના પદને અનુકરણ કરતા એવા શ્રીમાન જિનચંદ્રસૂરિના નિયોગથી શ્રીમાનજિનેશ્વર આચા
ના શિષ્ય અને સર્વગુણ સંપન્ન એવા શ્રીજિનભદ્રમુની અને અમારા ચરણસેવક એવા લેખથી શ્રી ભગવતી સૂત્રવૃત્તિની પ્રશસ્તિમાં જણાવેલ સંવાદ પૂર્વોક્ત વૃત્તાંતને દઢ કરે છે.
વળી ઉપરોક્ત ત્રણ મુનીસિવાયના કેઈ અન્ય મુનિ આ પ્રસ્તુત ગ્રંથના કર્તા હોય, તેવું આજ સુધીમાં કેઈપણ