________________
સ્થળે સાંભળવામાં આવ્યું નથી અને શ્રીજિનભદ્રસૂરિએ ગ્રંથ રચ્યો હોય તે ઉલ્લેખ જોવામાં આવે છે.
વળી પ્રાચીન ઘણાખરા અન્યગ્રંથકર્તાઓ સ્વનામ નિદેશવ્યતિરિક્ત સંક્ષિપ્ત પિતાના વંશની પરંપરા, ગ્રંથ નિર્માણને સમય, સ્થળ વિગેરે વિશેષ હકીક્ત ભવિષ્યમાં લોકેને અત્યંત ઉપયોગી એ પિતાને વિદ્યમાન સમય વિગેરે ઉચિત વૃત્તાંતનું સુચન કરતા નથી. પરંતુ આ પ્રસ્તુત ગ્રંથકર્તાએ આ સર્વ હકીક્ત પ્રતિપાદન કરેલી છે, તો કેટલાક અંશે ખરેખર આ મહાત્માએ ઈતિહાસ રસિકેની ઉપર માટે અનુગ્રહ કરેલો છે.
હવે તે પ્રસ્તુત ગ્રંથની અંદર છેલ્લા પરિચ્છેદની સમાપ્તિમા ગ્રંથ કર્તાએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને પદ્યમય ગ્રંથની રચના કરી હોવાથી પોતાના વંશની પરંપરા પણ ગાથાઓથી જ બતાવેલી છે. તેથી અહીંયા પાઠકના સુખાવાને માટે વંશવૃક્ષને આકાર ચિત્રીને ઉલ્લેખ આપ ઉચિત જણાય છે.