________________
તેવા સન્માનની કદર કયાં રહી! અથવા અનાદરની પણ શી વાત કરવી? એથી પણ વિશેષ પ્રકારે અધિક તિરસ્કારની લાગણી પ્રત્યક્ષ જોવામાં આવે છે.
આવા કારણેને લઈ આધુનિક કેટલાક આચાર્યો લજની વયે પિતાના હસ્તથી કેઈપણ ઠેકાણે સ્વપદવીને ઉલ્લેખ કરતા નથી અને બક વૃત્તિને આશ્રય લઈ કાલક્ષેપ કરતા દેખાય છે.
કારણ કે પિતાના અંધશ્રદ્ધાળુ ભક્તોએ જ પદવીદાન પૂર્વક ઉદ્દઘષણાદિક ખ્યાતિ કરેલી હોય છે. તેથી આધુનિક કેટલાક આચાર્યોની માફક પ્રાચીન આચાર્યો પણ કેટલાક પિતાની પદવી પોતે નહતા લખતા, એમ અનુમાન કરવું અનુચિત છે. આ સંબંધી વિચાર હવે બસ છે.
સાધુ અને સૂરિપદમાં પૂર્વાપર ભેદ રહેલો છે. જેથી બનેને એકસરખા ગણું શકાય નહીં. જેઓ સૂરિપદધારક થયેલા હોય છે, તે સઘળાઓ પોતાને નામનિદેશ સૂરિ. પદવિશિષ્ટ કરે છે, એ પ્રમાણે આહ તેને આમ્નાય રહેલો છે.
વળી આપણે એમ માનીએ, કે જ્યારે સુરસુંદરી ચરિત્ર રચ્યું હશે, ત્યારે તેઓ સાધુત્વ અવસ્થામાં હશે અને પશ્ચાત તેમને સૂરિપદવી આપેલી હશે, માટે પૂર્વોક્ત ધનેશ્વરનામના આચાર્યો પૈકીના આ પ્રસ્તુત ગ્રંથ કર્તા પણ ગણી શકાય.