________________
ગ્રંથમાં નિર્ણિત કરેલા વિકમ તેરસોના સમયમાં શ્રીમજજગચંદ્રસૂરિને સદાચારથી શિથિલ થયેલા પોતાના તપાગચ્છના ઉદ્ધાર માટે તેમના (શ્રીજગચ્ચદ્રસૂરિના) પુનઃ શિષ્ય થઈને સહાય આપેલી છે. એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે.
देवभद्रगणीन्द्रोऽपि, संविग्न सपरिच्छदः। गणेन्द्रं श्रीजगच्चन्द्र-मेव भेजे गुरूं तदा ॥१॥
દેવભદ્ર ગણુદ્ર પિતે સંવિગ્ન હતા, છતાં પણ ગચ્છના “ઉદ્ધાર માટે પરિવાર સહિત પોતે શ્રીમાન્ જગતચંદ્રસૂરિને જ તે સમયે ગુરૂ માનીને સેવતા હતા.”
તેમજ શ્રીમાન્ શીલભદ્રસૂરિના સતીથ્ય [ગુરૂભાઈ અને સામાચારી પ્રમુખ ગ્રંથના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિના ગુરૂ પણ એક ઘનેશ્વર નામે સૂરિ પુંગવ થયા છે.
વળી તે ઘનશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્ર સૂરિએ સુગમ અર્થવાળી અને સર્વ અનુષ્ઠાન પ્રદર્શક સામાચારી રચેલી છે. એમ બૃહત ટિપ્પણીમાં ઉલ્લેખ આપે છે,
આ ધનેશ્વર સૂરિને સત્તા સમય પણ લગભગ વિકમ તેરસે શતાબ્દીમાં સંભવે છે. કારણ કે શ્રી ચંદ્રસૂરિએ વિકમ [૧૨૨૮] બારસે અઠ્ઠાવીશમાં પચાપાંગ વૃત્તિ રચેલી છે.
તેમજ નાગૅદ્રગચ્છમાં શ્રી વાસુપૂજ્યચરિત્રના કર્તા શ્રી વર્ધમાન સૂરિ હતા, તેમના પ્રશુરૂ [ગુરૂના ગુરૂ] અને ચંદ્રપ્રભ ચરિત્રના પ્રણેતા દેવેંદ્રાચાર્યના ગુરૂ પણ