________________
તરીકે અંગીકાર કર્યા હતા અને એમનું સન્માન પણ તે સારી રીતે કરતે હતો.
એ પ્રમાણે શ્રીમાણિક્ય સૂરિકૃત પ્રશસ્તિના ઉલ્લેખમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે.
વળી બીજા ધનેશ્વરસૂરિ વિશાવળ ગ૭માં થયા છે. એમને સત્તાસમય વિક્રમ સંવત્ ૧૨૦૦ માં હતે. વળી શ્રી જિનવલ્લભસૂરિએ સૂમાર્થ વિચારસારના અપર પર્યાયવાચક સાર્ધશતકનામને એક બોધદાયક ગ્રંથ રચેલે છે. તેની ઉપર ચારહજાર કમાં ટીકા રચેલી છે, તેને નિર્માણ સમય એમણે પોતે ત્યાં (૧૧૭૧) વિક્રમ સંવતમાં કહેલો છે.
તેમજ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચંદ્રપ્રભસૂરિ હતા, તેમના શિષ્ય, ચંદ્રગચ્છના અધિપતિ ધનેશ્વરસૂરિ બીજા હતા. જેમના વિરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર વાચક અને દેવેંદ્રસૂરિ એમ ચાર શિષ્યો હતા. એ પ્રમાણે શ્રીબાલચંદ્ર કવિએ રચેલી શિકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં ઉપલબ્ધ થાય છે.
આ ધનેશ્વરસૂરિને વિદ્યમાન સમય વિકમ [૧૨૦૦] શતાબ્દીને અંતમાં માલુમ પડે છે. અથવા તેરસેના પ્રારંભમાં તેઓ વિદ્યમાન હોય એમ નિશ્ચય કરી શકાય છે.
- શ્રીબાલચંદ્ર કવિ, ઉપદેશકંદલીના રચનાર શ્રી આસડકવિના શિષ્ય હતા અને આસડકવિ આ ધનેશ્વરસૂરિના પ્રશિષ્યના શિષ્ય હતા.