________________
છઠ્ઠા ધનેશ્વર સૂરિ થયા છે. તે પિતે ગ્રંથકાર જ ચંદ્રપ્રભચરિત્રની પ્રશસ્તિમાં કહે છે.
श्रीधनेश्वरपदे रि-देवेन्द्राख्यः स्वभक्तिः। पुण्याय चरितं चक्रे, श्रीमचन्द्रप्रभप्रभोः॥१॥
શ્રીમદ્દ ધનેશ્વર સૂરિની પાટે શ્રી દેવેંદ્ર નામે સૂરિ થયા અને તેમણે પોતાની ભક્તિવડે અદષ્ટપુણ્યને માટે શ્રીમદ ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર રચેલું છે.
તેમજ વાસુપૂજ્ય ચરિત્રની પ્રશસ્તિમાં પણ કહ્યું છે. श्रीमान् धनेश्वरः सूरि-रथाऽजनि मुनिप्रभुः। रूपे वयसि च प्राप, जयपत्रं जनेषु यः॥ १॥ | મુનિઓએ માનવાલાયક શ્રીમાન્ ધનેશ્વરસૂરિ શ્રી વર્ધમાન સ્વામીની પટ્ટપરંપરાએ થયા હતા, જેમણે આ જગતની અંદર રૂપ અને વયમાં જયપત્ર મેળવ્યું હતું.
આ ધનેશ્વર સૂરિને પણ વિદ્યમાન સમય પૂર્વોક્ત આચાર્યના સમાન તેરસેના સૈકામાં જ હવે જોઈએ. કારણ કે દેવેંદ્રઆચાર્યે વિક્રમ (૧૨૬૪)ની સાલમાં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે.
વળી અહીં પંડિત હીરાલાલનું કહેવું એવું છે કે વાસુપૂજ્ય ચરિત્રના કર્તા વર્ધમાન સૂરિ વિકમ અગીયારસ (૧૧૦૦)માં થયા છે. પણ તે તેમનું મંતવ્ય અયોગ્ય છે. કારણકે ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉપરોક્ત (૧૩૦૦) સમય એક લેક આપીને નિર્ણિત કરેલો છે, તે શ્લોક આગળ ઉપર દર્શાવવામાં આવશે. આ