________________
૫૯
વિક્રમ સંવત ૩૭૫ની સાલમાં આ વલભીપુરનો ભંગ થયે એમ જ્ઞાનિપુરૂષે જાણે છે.
વળી એ ઉલ્લેખને અનુસરીને તપાગચ્છની પટ્ટાવલીમાં ન્યાયનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરે પણ વીરનિર્વાણથી (૮૪૫) અને વિક્રમ સંવથી (૩૭૫)ને સમય બતાવ્યા છે. તેમજ અન્ય આચાર્યોએ (૪૭૭) કેટલાક પંડિતાએ એથી પણ અન્ય સમય કહેલ છે.
એમ અનેક પ્રકારની કલ્પનાઓ હેવાથી તેને નિર્ણય ચોક્કસ નથી. પરંતુ જે જે ધનેશ્વર નામના સૂરિએ થઈ ગયા છે, તેઓમાં આ શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરસૂરિ પ્રાચીન છે, એ નિર્વિવાદ છે.
એમનાથી પ્રાચીન બીજા કેઈ એ નામના ગ્રંથકર્તા આજ સુધી શ્રુતિગોચર થયા તેથી, તેમજ વાદમહાર્ણવ, તથા સંમતિ તર્ક ઉપર તવધ વિધાયિની અતિ વિસ્તૃત ન્યાયગર્ભિત ટીકાના નિર્માતા, તર્કેરણ્યાની શાર્દૂલ (તર્ક.. રૂપી અરણ્યમાં સિંહસમાન) એવી પદવીને વહન કરતા અને રાજગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન શ્રીમદ્ અભયદેવસૂરિના શિષ્ય અને વિક્રમ સંવત્ ૧૨૪૬માં કાવ્યપ્રકાશના સંકેત કર્તા શ્રી માણિકયસૂરિના આઠમા પટ્ટગુરૂ એક ધનેશ્વરસૂરિ થયા.
જેમને સત્તા સમય વિક્રમ સંવત્ ૧૧૦૦ અગીયારમાં હતું. શ્રી કુંજરાજાએ એમને પિતાના ગુરૂ