________________
પર
ભાષામાં વચન રચના હૈાય છે અને તેવી પદ્ધતિમાંજ તેમની પ્રવૃત્તિ હાય છે.
વળી નાટકાદિક ગ્રંથામાં સ્ત્રીઓ અને વિદૂષક પ્રમુખ કેટલાંક પાત્રાની પ્રાકૃત ભાષા હૈાય છે, પરંતુ તે ભાષા શ્રીમાન્ હેમચ'દ્ર, ચંડ અને વરરૂચિ પ્રમુખ પડિતાએ રચેલા પ્રાકૃત વ્યાકરણના નિયમાને પ્રાયે અનુસરતી નથી, અર્થાત્ વ્યાકરણના નિયમાથી બહિર્મુખ છે.
તેમજ પ્રાકૃત ભાષાથી વિરૂદ્ધ અને શૌરસેની, માગધી, પૈશાચી તથા પાલી વગેરે ભાષાઆથી વિચિત્ર પ્રકારના પ્રયાગા તેમાં રહેલા હાય છે.જેથી તે નાટકાદિકની ભાષા પ્રાકૃત ભાષાથી વિલક્ષણ દેખાય છે.
પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તા તેમાં કંઈપણુ પૃથક્પણું લાગતું નથી. કારણકે દેશ કાલાદિકના પરિવર્તનને લીધે દરેક પદાર્થોમાં ન્યૂનાધિક ફેરફાર થાય છે, પણ મૂળ સ્વરૂપને તે છેાડતા નથી. તેવી જ રીતે કાઈપણ કારણની અપેક્ષાએ સ ભાષામાં પણ થાડા ઘણા ફેરફાર થયા કરે છે. તા તેવા વિભેદને લીધે તેઓ સજ્ઞાંતરને પ્રાપ્ત થતી નથી. દેશ વિભેદને લઈને ભિન્ન ભિન્ન નામાંતરને પ્રાપ્ત થયેલી પ્રાકૃતાદિક ભાષાએ વસ્તુતઃ સમાન જ ગણાય છે. વળી હેમચદ્રાચાય કરતાં પ્રાચીન જૈન તથા જૈનેતર ઘણા પડિતાએ પ્રાકૃત ભાષામાં નાટક, ચરિત્ર, સ્તેાત્ર અને સાહિત્ય વિગેરેના ઘણા ગ્રંથા રચેલા છે.