________________
૪૭
હવે આ સૃષ્ટિને સર્વ ક્રમ શાયસિદ્ધાન્ત ઉપર રહેલા છે. જેમના ઉત્પાદક આપણા પૂર્વાચાર્યા મહા જ્ઞાન ધારક હતા અને હાલમાં પણ પેાતાની કૃતિ દ્વારા તેએ અમર જ ગણાય છે.
વળી તે શાસ્રસિદ્ધાંત કે સૂત્રચરિત્ર વિગેરે ઘણા ગ્રંથા પ્રાકૃત (માગધી) ભાષામાં રચાયેલા છે. જેથી જ બૂઢીપ ભરતક્ષેત્ર અથવા આર્યવત્ત એવા નામથી જૈન તથા બૌદ્ધોના સિદ્ધાંતામાં પ્રતિપાદન કરેલાં, તેમજ સત્ર પ્રસિદ્ધ થયેલા આ ભારત વર્ષની પ્રાચીન ભાષાઓમાં પ્રાકૃત ભાષા પણ એક હયાતી ધરાવે છે. એ વાત પ્રમાણ સિદ્ધ છે અને તે હકીકત ઇતિહાસશાસ્ત્રમાં કુશલ એવા સર્વ બુદ્ધિમાન્ પુરૂષોને જાણવા બહાર નથી.
જો કે સસ્કૃત, પ્રાકૃત, પાલી અને પૈશાચી વિગેરે ઘણી ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અર્વાચીન અનેક પ્રકારના સાહિત્યગ્રંથા ઉપલબ્ધ થાય છે. તેમાં અતિશય પ્રાચીન અથવા પ્રાચીનતમ કઈ ભાષા સમજવી ! એના નિર્ણય કરવા બહુ જ અશકય છે. અથવા તેમાં અનેક પ્રકારના મતભેદ રહેલા છે.
કેટલાક સસ્કૃતને પ્રાચીનતમ માને છે, તેા કેટલાક પ્રાકૃતને અને કેટલાક તા પાલીભાષાને, એમ મતભેદ રહેલા છે. વળી પિટક ગ્રંથના નામથી પ્રસિદ્ધ એવા ‘ક્વિ માિચ' આદિક બૌદ્ધોનાં મૂળ ધર્મશાસ્ત્ર તેમજ તેમના