________________
આ જગની અંદર અનેક રને આધાર સમુદ્ર ગણાય છે, છતાં તે પિતાનાં રત્નને પોતે કંઈ પણ ઉપભેગ કરતું નથી. માત્ર પોતાની સમૃદ્ધિ વડે અન્ય જનેને સંતુષ્ટ કરે છે.
તેમજ વિંધ્યાચલમાં અનેક પ્રકારના અમૂલ્ય હાથીઓ રહેલા છે. તેમાં પોતાને કોઈપણ સ્વાર્થ તેને રહેલો નથી.
શ્રીખંડચંદનના કાષ્ટ વડે મલયાચલને કોઈપણ સ્વાર્થ નથી. માત્ર પરોપકારને માટે જ તેઓ રહેલા છે.
વળી સ્વાદિષ્ટ જલપ્રવાહને વહન કરતી નદીઓ પિતે કેઈપણ સમયે તેનું પાન કરતી નથી,
તેમજ છેદન ભેદન અને આતપાદિક દુકાને સહન કરતાં વૃક્ષે સ્વાદિષ્ટ એવાં ફલેને પોતે સ્વાદ લેતા નથી, તેમજ પરોપકારમાં રસિક એ મેઘરાજા અનર્ગલ જળ વરસાવે છે, છતાં કઈ પણ સમયે પોતે તેનું પાન કરતે નથી, માત્ર આ એક તેમના પરોપકારની જ નિશાની છે.
સજજને ! આવા અજ્ઞાત સરખા પ્રાણીઓ પણ કે ઉપકાર કરી રહ્યા છે? તે ઉત્તમ માનવભવ તેમજ જ્ઞાનશક્તિ પામીને તે માર્ગને આપણે કેમ ભૂલ જોઈએ!
વળી જેમની કૃતિરૂપ નૌકાને આશ્રય લઈ ભવ્યપ્રાણુઓ સંસારસમુદ્રને ગેમ્પસમાન તરી જાય છે એવા પૂર્વાચાર્યોનું જીવનવૃત્તાંત આદર્શ ભૂત ગણાય છે.