________________
૪૮
અગભૂત સૌગતાએ રચેલા સંખ્યાખધ ખીજા વ્યાકરણ ન્યાયઆદિક વિવિધ પ્રકારના ગ્રંથાનુ ‘પાલી' ભાષાના નામથી પ્રસિદ્ધપણુ` છે.
તેમજ પ્રાચીન વ્યવહાર પણ પાતીભાષાના ચાલ્યા આવ્યા છે. છતાં પણ જે પ્રાકૃત ભાષાની સાથે તેને મુકાબલા કરવા ધારીએ છીએ, તે માગધી, શૌરસેની પૈશાચી વગેરે ભાષાઓની માફ્ક પાલીભાષામાં પણ કઈ વાસ્તવિક ભેદ જોવામાં આવતા નથી.
વસ્તુતઃ દેશ, કાલ અને વક્તા આદિક સામગ્રીના લેને લીધે કંઈક ભેદ જોવામાં આવે છે. માગધી શારસેની આદિકની અપેક્ષાએ પ્રાકૃતભાષા જેમ નામાંતર ધારણ કરે છે, તેમ પાલીભાષા પણ નામ માત્રથી ભિન્નપણું વહન કરે છે. કારણકે શ્રીમાન્ મહાવીરસ્વામી અને બુદ્ધ દેવના સમાન દેશકાલમાં પ્રાદુર્ભાવ થયેલા છે. તા તેમની ભાષામાં સર્વથા ભેદ સભવતા નથી.
વળી જો ભેદ માનીએ તા તેમાં કાઇ સખલ પ્રમાણ નથી. તેમજ અ`ના ધાર્મિક ગ્રંથાની ભાષા પણ એકસરખી મળતી આવે છે. તે તેમના ગ્રંથા ઉપરથી પ્રત્યક્ષ થઈ આવે છે.
વળી સસ્કૃત, પ્રાકૃત અને પાલીભાષામાં પ્રાચીન પડિતાએ રચેલા વિવિધ પ્રકારના વિષયેાથી ભરપૂર ઘણા સાહિત્ય ગ્રંથા ઉપલબ્ધ થાય છે.