________________
૪૩
કેટલાક મહાશયે પિતાના દયાદાક્ષિણ્યાદિક સદગુણે વડે લોકોમાં પ્રૌઢતર જસ વિસ્તારી રહ્યા છે.
કેટલાક વીરપુરૂષ મદોન્મત્ત ગજે દ્રોનાં કુંભસ્થલે ને વિદારવામાં પ્રચંડ શક્તિમાન હોય છે,
કેટલાક મહાત્માઓ તપશ્ચર્યાદિક પોતાનાસ દાચારોમાં પ્રસિદ્ધિ મેળવીને લોકમાં સદાચારની જાગૃતી ફેલાવે છે.
કેટલાક સૌમ્યભાવમાં રહ્યા છતા દુર્જનના દુર્ભાવને હઠાવવામાં એક દષ્ટાંત તરીકે લેખાય છે.
કેટલાક સજજને ઉત્તમ પ્રકારની પ્રતિષ્ઠા મેળવીને નીતિમાને પ્રસાર કરે છે.
એમ ભિન્નભિન્ન પ્રકારના ઉપકારો હોઈ શકે છે, પરંતુ હમેશાં પરોપકાર કરવામાં જેમની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષ તે આ દુનિયામાં કેઈક વિરલા હોય છે કે જેમના અબાધિત વચનામૃતનું પાન કરી ત્રણે. કાલમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષયપણે દીપી રહે છે.
આવા પરોપકારી આચાર્યો આ દુનિયામાં અમર જ ગણાય છે. અહો ! લોકપકારી અને નિઃસ્વાર્થવૃત્તિવાળા પુરૂષોને આ સ્વભાવ જ હોય છે કેमूले भुजङ्गैः शिखरे विहङ्गः,
___शाखा प्लवङ्गैः कुसुमानि भृङ्गः । आश्चर्यमेतत्खलु चन्दनस्य,
परोपकाराय सर्ता विभूतयः ॥१॥