________________
૩૯
"साहुधणेसरविरइय,-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदोससविसहर-पसमणजलमंतभूयाए ॥९॥
આ સુરસુંદરી કથા શ્રીમાનું ધનેશ્વર મુનિએ રચેલી છે. જેની અંદર સુગમ અર્થવાળી અને મને હર બેધદાયક ગાથાઓ રહેલી છે, તેમજ રાગરૂપ અગ્નિ અને દ્વેષરૂપ ભુજંગને શાંત કરવામાં આ સુરસુંદરી કથાને જળ અને મંત્રની ઉપમા આપવામાં આવી છે.
તે ઉપરથી આ કથાનકની લોકમાં કેટલી ઉપયોગિતા છે, તે વાચકેએ સ્વયમેવ વિચાર કરી લે.
વળી જ્યાં સુધી રાગદ્વેષરૂપ મહાસુભટનું બળ જાગૃત રહે છે, ત્યાં સુધી પુરૂષ પ્રયત્ન સફલ થતું નથી. માટે રાગ દ્વેષને અવશ્ય ત્યાગ કરવો ઉચિત છે, શાસ્ત્રમાં કહ્યું છે કે – रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥१॥ | હે મુમુક્ષુજન કદાચિત્ હૃદયાવાસમાં રાગ અને દ્વેષ રહેલા હોય તે તપશ્ચર્યા કરવાથી શું ફલ થાય? અર્થાત્ તેમની આગળ તપને પ્રભાવ ટકી શકતો નથી.
વળી જે તે રાગદ્વેષને અભાવ થયે હોય તે પછી તપશ્ચર્યા કરવાનું કંઈપણ પ્રયેાજન રહેતું નથી, કારણ કે જેણે રાગદ્વેષને જય કર્યો હોય તેને કેઈ પ્રકારની અપૂર્ણતા રહેતી નથી.