________________
૩૮
એમ ભાષાની અજ્ઞાનતાને લીધે માતૃભાષા ઉપર ઘણાખરા લોકોને પ્રેમ આજકાલ વધી પડેલો જોવામાં આવે છે. વળી હાલમાં પણ ધર્મની ભાવના કેટલાક લોકોના હૃદયમાં સામાન્યપણે ઠીક જેવામાં આવે છે. જેથી માતૃભાષામાં લખાતાં પુસ્તકનું વાંચન હાલમાં બહુ વધી પડયું છે.
વળી આધુનિક નવીન વાર્તા રૂપમાં લખાતાં પુસ્તકે કેટલાંક એવાં પણ હોય છે, કે જેમના વાંચનથી અનધિકારી બાળજી ઉલટે રસ્તે દોરાઈ જાય છે એટલું જ નહી, પરંતુ પોતાના સહચારીઓને પણ માર્ગથી વિમુખ કર્યા સિવાય રહેતા નથી.
એવા કેટલાક કારણેને તેમજ કેટલાક વાચક સુજ્ઞજનની પ્રેરણાને લીધે શ્રીમાન્ ધનેશ્વરમુનિએ પ્રાકૃત (માગધી) ભાષામાં પદ્યબંધ રચેલા સુરસુંદરી ચરિત્રને માતૃભાષામાં અનુવાદ કરો મેં ઉચિત ધાર્યો. કારણ કે જેની રસિકતા એટલી બધી સુંદર અને સચોટ છે કે વાચકેના હૃદયમાં ધર્મની સંસ્કૃતિ સ્થિર થયા સિવાય રહે તેમ નથી, એ આ ગ્રંથના વાચન ઉપરથી જ પુરવાર થઈ આવે છે.
વળી આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ રાગદ્વેષને ત્યાગ કરવામાં રહેલો છે, એમ ગ્રંથકર્તા મુનિશ્રીએ પોતે પણ દરેક પરિચછેદની સમાપ્તિમાં જણાવ્યું છે.