________________
सुमतिस्तु सुमत्यैव, प्रसिद्धो भूवनत्रये । गर्भस्थेन कृतो न्यायो, जगदाश्चर्यकारकः ॥९॥ चतुर्दश-महास्वप्न, सूचितमखिलात्मनाम् ।
प्रमोदहेतु जन्मापि, यस्य दैवकृतोत्सवम् ॥१०॥ ગર્ભમાં જ રહેલા એવા જે પ્રભુ વડે જગતને આશ્ચર્યકારી ન્યાય કરાયો હતો એવા શ્રી સુમતિનાથપ્રભુ ત્રણે ભૂવનમાં “સારી મતિ વડે જ પ્રસિદ્ધિ પામ્યા તથા જેમનો જન્મ પણ ચૌદ મહાસ્વમોથી સૂચિત હતો, સર્વજીવોને પ્રમોદનો હેતુ હતો, અને દેવસમુહવડે કૃતમહોત્સવ વાળો જેઓનો જન્મ હતો. I૯-૧૦ગા.
वीतरागात्तु रक्तत्वमुत्पत्तेरेव नाशितम् ।। दग्धो क्रोधो सितेनैव, हिमेन वीपिनं यथा ॥११॥ स्त्रीशस्त्रादिनिमित्तानि, मोहस्य नैव मूर्तिषु ।
पूनीताणुकृतं बिम्बं, यस्य पद्मप्रभस्य हि ॥१२॥ જેમ ઠંડા હિમવડે જંગલ બાળી શકાય છે તેમ શીતળતા વડે જ જેઓએ ક્રોધને બાળ્યો છે. અને તે કારણથી વીતરાગતાના કારણે જન્મથી જ (શરીરમાંથી અને મનમાંથી) રક્તત્વ નાશ પામ્યું છે. અને જેમની મૂર્તિમાં સ્ત્રીશસ્ત્ર આદિ મોહનાં નિમિત્તો નથી, તથા જેમનું બિંબ પરમપવિત્ર અણુઓથી રચાયું છે. તે શ્રી પદ્મપ્રભુ અમારૂં – તમારૂં કલ્યાણ કરનારા થજો. ./૧૧-૧૨
(૭) क्व प्रभुवीतरागस्त्वं, शिवाद्यन्यमहेश्वराः । क्व च दोषनिमग्नास्तु, भानुखद्योतयोरिव ॥१३॥ नमामि भक्तिभावेन, श्रीसुपार्श्वजिनोत्तमम् ।
मम तिष्ठतु जिह्वाग्रे, पूतं त्वन्नाममन्त्रकम् ॥१४॥ સૂર્ય અને આગીયાની જેમ હે વીતરાગપ્રભુ તમે ક્યાં? અને દોષનિમગ્ન એવા શિવાદિ અન્યદેવો ક્યાં? તેથી જિનોત્તમ એવા શ્રી સુપાર્શ્વનાથપ્રભુને હું નમસ્કાર કરૂં
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org