________________
૧૪૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
सदसद्याः , अनुभयस्वभावा वा स्वकार्याणि कुर्युः ? सन्तश्चेत्, किमुत्पत्तिक्षण एव, द्वितीयादिक्षणेऽपि वा ? नाद्यः, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् तेषाम् । अथ "भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते" इति वचनाद् भवनमेव तेषामुत्तरोत्पत्तौ कारणतेति चेत् । एवं तर्हि त्याणवो रसाणूनाम्, ते च तेषामुपादानं स्युः, उभयत्र भवनाविशेषात् । न द्वितीयः, क्षणक्षयक्षयापत्तेः अथासन्तस्ते तदुत्पादकाः, तर्हि तत्सत्ताक्षणमेकमपहाय सर्वदा तदुत्पादप्रसङ्गः, तद्भवनस्य सर्वदाऽविशेषात्, सदसद्स्यपक्षस्तु दुनिरोधविरोधानुबन्धदुर्धरः - यदि हि ते सन्तः, कथमसन्तः ? तथा चेत् कथं सन्तः ? अनुभयस्वभावभेदोऽप्यसाधुः विधिप्रतिषेधयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यंभावात् । तन्नाणवः क्षणिका: सूक्ष्ममनीषामार्गमैयरु ।
હવે “કારણથી” પરમાણુઓ ઉત્પન્ન થાય છે એ પક્ષ જો કહેશો તો તે પરમાણુઓની ઉત્પત્તિમાં શું કોઈ સ્થૂલ કારણ છે કે પરમાણુઓ જ કારણ છે? આ પરમાણુની ઉત્પત્તિમાં તમે સ્થૂલ કારણ કહી શકશો નહિ, કારણ કે આ જગતું “પરમાણુરૂપ પદાર્થમય છે” એ પક્ષ હાલ તમે સ્વીકાર્યો છે. અર્થાત્ આ સંસારના તમામ પદાર્થો પરમાણુ સ્વરૂપ છે એમ તમે સ્વીકાર્યું છે. એટલે પરમાણુઓની ઉત્પત્તિમાં સ્થૂલકારણ છે. આમ કહી શકશો નહીં. હવે આ ઉત્પદ્યમાન પરમાણુઓમાં જે કારણ છે તે કારણ પણ “પરમાણુઓ જ” છે એવો બીજો પક્ષ સ્વીકારશો તો અમે તમને પુછીએ છીએ કે કારણસ્વરૂપે માનેલા તે પરમાણુઓ શું “સતુ” હોતે છતે સ્વકાર્ય કરે છે ? શું “અસતુ” હોતે છતે સ્વકાર્ય કરે છે ? શું સદ્ અસત્ ઉભયસ્વભાવવાળા હોતે છતે સ્વીકાર્ય કરે છે કે “અનુભય સ્વભાવવાળા હોતે છતે તે સ્વકાર્યને કરે છે?
હવે જો “સેતુ” એવા કારણભૂત પરમાણુઓ સ્વીકાર્યભૂતપરમાણુઓને કરે છે એમ કહેશો તો કારણભૂત એવા પરમાણુઓ શું પોતાની ઉત્પત્તિના ક્ષણમાં જ સ્વકાર્યભૂત પરમાણુઓને ઉત્પન્ન કરે છે? કે દ્વિતીયાદિ ક્ષણમાં તે સ્વકાર્યભૂત પરમાણુઓને ઉત્પન્ન કરે છે? પહેલો પક્ષ કહો તો તે વ્યાજબી નથી, કારણ કે તે પરમાણુઓ તે વખતે પોતાની જ ઉત્પત્તિમાં હજુ વ્યગ્ર માત્ર છે. તે બીજાની ઉત્પત્તિ કેવી રીતે કરે ? અર્થાતુ બીજાની ઉત્પત્તિ કરી શકે નહિ. અહીં કદાચ તમે એવો બચાવ કરો કે જે પરમાણુઓ (ઉત્પન્ન થાય છે, તેઓની) જે ભૂતિ (ઉત્પત્તિ) છે, તે જ ઉત્પદ્યમાનક્રિયા કહેવાય છે. અને તે જ કારણ કહેવાય છે. “અર્થાત્ જે જે પદાર્થો ઉત્પન્ન થાય છે, તે તે પદાર્થોની જે ઉત્પત્તિક્રિયા છે. તે ઉત્પત્તિક્રિયા જ સ્વની ઉત્પદ્યમાનક્રિયા કહેવાય છે અને પોતાની જે ઉત્પદ્યમાન ક્રિયા છે તે જ પરની કારણતા કહેવાય છે. એવું શાસ્ત્રવચન હોવાથી વર્તમાન સમયમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org