________________
૩૬ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
જૈન - જો આટલી સુંદર સમજ તારામાં છે. તો તે જ રીતે તમસૂ પણ શીતળતાના અનુભવસ્વરૂપે સ્પાર્શન પ્રત્યક્ષ પ્રમાણવડે અનુભવાય જ છે. તેથી અનુભવાતા એવા આ તમને અભાવાત્મક સ્વભાવ-વાળું કેમ મનાય ? અર્થાત્ ન જ મનાય. માટે તમસુ પણ દ્રવ્ય છે. પરંતુ અભાવસ્વભાવાત્મક નથી.
(४) अथाऽऽलोकग्रहणसामग्या गृह्यमाणत्वं हेतुः, तथा च शङ्करन्यायभूषणौ - “यो हि भावो यावत्या सामग्या गृह्यते, तदभावोऽपि तावत्यैव, इत्यालोकग्रहणसामग्या गृह्यमाणं तमस्तदभाव एव" इति । तदपि न किञ्चित्, तमोग्रहणसामग्या गृह्यमाणस्यालोकस्यैव तदभावताप्रसङ्गेनाऽनैकान्तिकत्वात्, घटपटयोर्वा समानग्रहणसामग्रीकतया परस्पराभावत्वप्रसङ्गात् ॥
હવે ચોથા હેતુની ચર્ચા શરૂ કરાય છે -
નિયાયિક :- તમસું એ આલોકના અભાવાત્મક છે. તેમાં અમે “આલોકને ગ્રહણ કરવાની સામગ્રી વડે ગૃહ્યમાણપણું” એ હેતુ કહીએ છીએ. અમારા શાસ્ત્રોમાં શંકર અને ન્યાયભૂષણે કહ્યું છે કે “જે પદાર્થ જેટલી સામગ્રીવડે ગ્રહણ કરાતો હોય, તેનો અભાવ પણ તેટલી જ સામગ્રીવડે ગ્રહણ કરાય છે” આ કારણથી આલોકને ગ્રહણ કરનારી સામગ્રીવડે ગ્રહણ કરાતો તમસુ પણ તે આલોકના અભાવાત્મક જ છે. પરંતુ દ્રવ્ય નથી.
નૈયાયિકોનો કહેવાનો આશય એ છે કે જેમ આલોકનું જ્ઞાન કરતી વખતે માત્ર ચક્ષુની જરૂર પડે છે પરંતુ દીપકની જરૂર પડતી નથી. તેવી જ રીતે તમસુને જોવામાં પણ ચક્ષુની જ જરૂર પડે છે પરંતુ દીપકની જરૂર રહેતી નથી. માટે ઉપરોક્ત નિયમને કારણે આલોક અને તમસુ નું જ્ઞાન કરવામાં ચક્ષુની વિદ્યમાનતા અને દીપકની અવિદ્યમાનતારૂપ સામગ્રી સમાન જ છે માટે તમસું એ આલોકના અભાવાત્મક જ છે.
જૈન - તમારી આ વાત પણ તથ્ય વિનાની છે. આલોક જે સામગ્રીવડે (ચક્ષુનુ હોવુ અને દીપકનું ન હોવું એ રૂપ સામગ્રીવડે) ગ્રહણ થાય છે અને તમસુ પણ તે જ સામગ્રીવડે ગ્રહણ થાય છે. માટે તમે તમસુને તેજના અભાવાત્મક કહો છો. પરંતુ આ જ ન્યાય ઉલટી રીતે લગાડતા વ્યભિચારદોષ તમને કેમ ન આવે? તે આ પ્રમાણે કે તમસું ચક્ષુની વિદ્યમાનતા અને દીપકની અવિદ્યમાનતારૂપ સામગ્રીવડે ગ્રહણ થાય છે. તે જ સામગ્રીવડે ગૃહ્યમાણ એવા આલોકને જ તે તમસૂના અભાવસ્વરૂપ માનવાનો પ્રસંગ આવવાથી આ ન્યાય અનૈકાન્તિકતાને પામશે. જેમ સમાનસામગ્રીવડે ગૃહ્યમાણ હોવાથી તમે તમને આલોકના અભાવાત્મક કહેવા તૈયાર થયા છો તે જ પ્રમાણે આલોક જ તમસૂના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org