________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
જૈન ઃ- હે નૈયાયિક ! તમારૂં ઉપરોક્ત વચન મનોરમ (સત્ય) નથી. કારણ કે આ અનુમાનમાં અનુમાન કરનારા પુરૂષને વિષે સાથે પત્થરોની ભેખડોનું વ્યવધાન છે. તેથી ઈન્દ્રિયપ્રત્યક્ષવડે વવિદ્દ દેખાતો નથી. કારણ કે છદ્મસ્થ આત્માઓને વ્યવધાનવાળો પદાર્થ ઈન્દ્રિયસંબંધી જ્ઞાનનું આલંબન બનતો નથી. તે કારણથી પર્વતોની ભેખડોના વ્યવધાનવાળો એવો પર્વતીય તિ તે ઈન્દ્રિયપ્રત્યક્ષનું અનાલંબન બનતો છતો તેન = તે ઈન્દ્રિયપ્રત્યક્ષ વડે બાધ દોષ આપવાને સમર્થ થતો નથી. કારણ કે જ્યારે વળી પ્રમાતા પર્વતોની ભેખડોને ઓળંગીને ત્યાં (કે જ્યાં અગ્નિ છે ત્યાં) પ્રવર્તેલો થાય છે. ત્યારે વ્યવધાન વિનાનો એવો આ વહિ, તેન = તે પ્રમાતાવડે દેખાય છે. એટલે કે સાધ્ય એવો વહ્નિ ઈન્દ્રિયગોચર થાય જ છે. વ્યવધાનના કારણે દેખી શકાતો ન હતો, તમારા અનુમાનમાં આવું નથી. કારણ કે તમારા અનુમાનમાં જે તરૂ, વિદ્યુલ્લતા, અને અભ્રાદિ રૂપ (પક્ષનો) એક અંશ બુદ્ધિમાન્ એવા કર્તાના નિમિત્તવાળો હોય, એવું ત્યાં વૃક્ષાદિપાસે જઈને પ્રવર્તેલા એવા પણ પ્રમાતા વડે, તથા અતિશય સાવધાનીથી ચારે બાજુ જોવા છતાં પણ દેખાતું નથી. જેમ પર્વતની ખીણમાં પાસે જઈને જોવાથી વહ્નિ ચક્ષુર્ગોચર થાય છે. તેમ વૃક્ષાદિની પાસે જવા છતાં, ધારી ધારીને સાવધાનીથી જોવા છતાં પણ ત્યાં કોઈ કર્તા ઈન્દ્રિયગોચર થતો નથી. તેથી તમારા તે અનુમાનમાં ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની અપેક્ષાએ બાધા અવશ્ય આવે જ છે. અમે તમને જે અંશતઃ બાધાનો દોષ આપ્યો છે તે બરાબર યુક્તિ સિદ્ધ જ છે. અલ્પ પણ તેમાં મિથ્યા નથી.
૪૧૮
તતોપ = તેથી, ઉપરોક્ત ચર્ચાના આધારે તમારો પક્ષ તેવા પ્રકારના બાધ દોષવાળો છે. પક્ષમાં અવશ્ય સાધ્યાભાવ ઈન્દ્રિયપ્રત્યક્ષથી જણાય છે. તેવા પ્રકારના ધર્મીનું પ્રતિપાદન કરીને અનન્તરપણે નિમિત્તાથીનાત્મભામત્વ' સ્વરૂપ જે હેતુ તમે કહ્યો છે. તે કહેવાથી તમારા મતે આ હેતુ ચોથો હેત્વાભાસ (અર્થાત્ કાલાત્યયાપદિષ્ટ હેત્વાભાસ) અવશ્ય થયો જ. કારણ કે જે હેતુના સાધ્યનો અભાવ ઈતર પ્રમાણોથી જણાતો હોય તે હેતુ વહ્નિ, અનુા: વૅવ્યાત્ આ હેતુની જેમ બાધિત (અર્થાત્ કાલાત્યયાપદિષ્ટ) હેત્વાભાસ કહેવાય જ છે.
તથા અમારા (જૈનોના) મતે તમારા અનુમાનનો એ “નિમિત્તથીનાત્મભામત્વ' હેતુ અનૈકાન્તિક પણ થાય છે. કારણ કે જે જે વસ્તુ નિમિત્તાધીનાત્મલાભવાળી હોય છે તે તે અવશ્ય બુદ્ધિમત્કર્તૃક જ હોય એવો નિયમ નથી. કારણ કે ઘટપટાદિ તેવા હોતે છતે બુદ્ધિમત્કર્તૃક છે અને તરૂ-વિઘુલ્લતા-અભ્રાદિ તેવા હોવા છતાં બુદ્ધિમત્કર્તૃક નથી. માટે અન્તર્યામિ (પક્ષના અંદર જ વ્યાપ્તિ) બરાબર ન હોવાથી અન્ન = આ અનુમાનમાં હેતુની સાધ્યની સાથે નિશ્ચિતપ્રતિપત્તિનો (અવ્યભિચારિપણાનો) અભાવ, એ જ તમારા હેતુનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org