________________
સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર
૪૩ ૩
દિગંબર :- આહાર પર્યાપ્તિ નામકર્મ અને વેદનીયકર્મ બંને જ્યારે મોહનીયકર્મની સાથે હોય ત્યારે જ કવલાહારના કારણરૂપ બને છે... તેના વિના નહી.. મોહ તો સર્વજ્ઞમાં છે નહી તેથી તેના કાર્યરૂપ કવલાહાર કેવલીમાં ઘટશે નહી.
શ્વેતાંબર :- આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે તો પછી ગતિ વિગેરે ક્રિયા પણ મોહ સહકૃત માનવાની આપત્તિ આવશે... ગતિ વિગેરે ક્રિયા તમારા મતે જેમ મોહની સહાય વિના જ થાય છે તેમ આહાર ક્રિયા પણ મોહ રહિત જ થાય તેમાં કોઈ પણ જાતનો વિરોધ નથી.
દિગંબર :- અશુભ પ્રવૃતિઓ જ મોહનીય કર્મની સહાયની અપેક્ષા રાખે છે.. શુભ પ્રકૃતિઓ નહી... ગતિ વિગેરે શુભ પ્રકૃતિઓ છે માટે મોહની અપેક્ષા રાખતી નથી..
જ્યારે કવલાહાર અસાતા વેદનીયરૂપ હોઈ (દુઃખ જનક હોઈ) અશુભ પ્રકૃતિ છે માટે તેને મોહની અપેક્ષા જરૂર રહેશે જ.
શ્વેતાંબર :- આવી પરિભાષા (સિદ્ધાંત) તમે શેના આધારે કહો છો?
દિગંબર :- આપણામાં અશુભ પ્રકૃતિ મોહની અપેક્ષા રાખે છે તેવુ સાક્ષાત્ દેખાય છે. માટે ત્યાં (કેવલીના કવલાહારમાં) પણ અવશ્ય અપેક્ષા રાખશે.
શ્વેતાંબર :- આપણામાં તો શુભ પ્રકૃતિઓ પણ મોહનીયથી સહકૃત થઈને જ (મોહની સહાયથી જ) પોતાના કાર્યમાં કારણરૂપ બનતી જોવાય છે. તો કેવલીની ગત્યાદિ શુભ પ્રકૃતિઓ પણ તેવી મોહસહકૃત થશે. (અર્થાત્ કેવલીમાં પણ ગત્યાદિના કારણરૂપ મોહને માનવાની આપત્તિ તમને આવશે).
તેથી સિદ્ધ થાય છે કે આહારપર્યાપ્તિ નામકર્મ અને વેદનીયકર્મ આ બન્ને મોહની સહાય વિના જ આહારનું કારણ બને છે. અને તે બંને કેવલીમાં હોવાથી તેમને પણ કવલાહાર માનવામાં કોઈ બાધ નથી.
આમ સર્વજ્ઞત્વની સાથે કવલાહારના કારણોનો પણ સહાનવસ્થાનરૂપ વિરોધ નથી માટે કેવલીને કવલાહાર છે એમ સિદ્ધ થયું.
कार्यं तु यदि विरुद्धम्, तदा तत् तत्र मोत्पादि, अविकलकारणस्तु तत्रोत्पद्यमानः कवलाहारोऽनिवार्य एव । किञ्च, किं नामाहारकार्य सार्वज्येन व्याहन्यते ? (૨) રસનેન્દ્રિયવં તિજ્ઞાનમ્ ? (૨) ધ્યાનવિનઃ? (રૂ) પરોપારરક્તરાય? (૪) વિસૂરિદ્ધિ વ્યાધિ, (૨) રૂપથ, (૬) પુરીષાદ્વિગુણિતં વર્ષ, (૭) ધાતૂપતિના રિસા (૮) નિલા વા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org