Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 504
________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર उभयवाद्यविवादास्पदत्वेनासिद्धेः, अस्मदादौ तथादर्शनात् तत्साहचर्यनियमोपगमे गमनादेरपि तत् सहचरं स्यात् । अन्यत्तु करवक्त्रचालनादि भवति तत्सहचरम्, न तु केवलित्वेन विरुद्धम्, एवमुत्तरचरादिकमपि न केवलित्वेन विरुध्यते । इति स्थितं कवलाहारसर्वज्ञत्वयोरविरोधादिति हेतुः सिद्धिवधूसम्बन्धबन्धुर इति ॥२७॥ ૪૩૯ હવે કવલાહારના સહચરાદિ ભાવ પણ સર્વજ્ઞત્વનો વિરોધી નથી અર્થાત્ કવલાહારનો સહચર, પૂર્વચર કે ઉત્તરચર પદાર્થ પણ કેવલજ્ઞાનની સાથે વિરોધી જણાતો નથી. કારણ કે કવલાહારનો સહચર તમે શું માનશો ? કવલાહાર હોય ત્યારે સાથે જ હોય તે સહચર. એવી કોઈ વસ્તુ કહેશો કે જે કવલાહારની સાથે હોય અને તેથી જ સર્વજ્ઞતા સાથે વિરોધ પામતી હોય ? શું છદ્મસ્થપણું સહચર કહેશો કે અન્ય બીજું કંઈ કહેશો ? પહેલું તો (એટલે છદ્મસ્થપણું તો) તમે કહી શકશો નહીં. કારણ કે વાદી-પ્રતિવાદી એમ ઉભયવાદીઓને આ છદ્મસ્થપણું અવિવાદાસ્પદ તરીકે માન્ય નથી. કારણ કે છદ્મસ્થપણું બાર ગુણસ્થાનક સુધી હોય છે જ્યારે કવલાહાર દિગંબરોની અપેક્ષાએ બાર ગુણઠાણા સુધી હોય છે અને શ્વેતાંબરોની અપેક્ષાએ તેર ગુણસ્થાનક સુધી હોય છે એટલે વાદી-પ્રતિવાદી એમ બન્નેને છદ્મસ્થપણું કવલાહારની સાથે સહચર તરીકે માન્ય નથી જે ઉભયને માન્ય હોય તેને જ સહચર તરીકે બતાવી શકાય. કદાચ હવે અહીં દિગંબરસંપ્રદાય જો એમ કહે કે અસ્ત્રવાવો = આપણા લોકોમાં ‘‘છદ્મસ્થતા-કવલાહાર” આ બન્નેનું તથાવર્શનાત્ = તેવા પ્રકારનું સાહચર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી તે બન્નેનું નિયમા સાહચર્ય હોય છે એવો નિયમ સ્વીકારી લેવામાં જો આવે, અને તેના કારણે છદ્મસ્થતાની નિવૃત્તિ થાય ત્યારે કવલાહારની પણ નિવૃત્તિ થાય એમ જો માની લેવામાં આવે, અને તેથી કેવલીમાં કવલાહાર ન હોય એમ જો સમજવાસમજાવવામાં આવે તો ગમન-આગમન સ્થિતિ-નિષદ્યાદિ ક્રિયાઓમાં પણ તે છદ્મસ્થતાનું સાહચર્ય સિધ્ધ થશે જ. કારણ કે આપણા લોકોમાં છદ્મસ્થતા ગતિ-સ્થિત્યાદિ ક્રિયા’ સાથે જ હોય છે. તેથી તે બન્નેનું સાહચર્ય આપણામાં દેખાવામાત્રથી સાહચર્યનો નિયમ જો માની લેવામાં આવે તો કેવલીમાં છદ્મસ્થતા દૂર થયે છતે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓ પણ વિરામ પામશે. જેથી કેવલીમાં તે ગતિ-સ્થિતિ નિષદ્યા આદિ ક્રિયાઓ પણ સંભવશે નહીં. હવે ‘‘અન્યત્’ છદ્મસ્થતા વિના બીજું કંઈ અન્ય “હાથ-મુખનું ચલાવવું” વિગેરે જો કવલાહારનું સહચર માનવામાં આવે, અર્થાત્ જ્યાં જ્યાં કવલાહાર હોય ત્યાં ત્યાં કર- વત્રાદિ ચાલન હોય જ છે. એમ સાહચર્ય સ્વીકારવામાં આવે તો ભલે સ્વીકારો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506