Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 503
________________ ૪ ૩૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા (અનં) વસ્ત્રવિનાના ભગવાનું બીરાજતે છતે તે જીવોને તે જુગુપ્સા શું ન થાય ? મળ-મૂત્રની નિસર્ગ ક્રિયા કરે ત્યારે તો સામાન્યથી સૌ નગ્ન જ હોય એટલે તે વખતની ક્રિયા જોઈને એટલી જુગુપ્તા સંભવિત નથી કે મળ-મૂત્રના નિસર્ગાદિના પ્રયોજન વિના પણ જ્યારે નગ્ન ફરે -ચાલે-કે બેસે ત્યારે તેમના શરીરની જુગુપ્સનીયતા લાગે. સામાન્યલોકો પણ નિસર્ગક્રિયા કરતા નગ્નને એવા નથી તિરસ્કારતા કે વિના પ્રયોજને નગ્ન ફરતાને જેવા તિરસ્કારે છે. માટે ભરસભામાં ભગવાનને નગ્ન જોઈને લોકોને જુગુપ્સા કેમ થતી નથી ? હવે જો એવો ઉત્તર આપો કે ભગવાન અતિશયવાળા હોવાથી (નગ્ન હોવા છતાં અનગ્ન દેખાતા હોવાથી એટલે કે ભોગકાળે જ ઇન્દ્રિય શરીરની બહાર દ્રષ્ટિને યોગ્ય બનતી હોવાથી, શેષકાલે પશુની જેમ ઇન્દ્રિય શરીરની અંદર ગુપ્ત જ રહેતી હોવાથી) તે ભગવન્તોની નગ્નતા તે સભાના જીવોને માટે જુગુપ્સાનો હેતુ બનતી નથી. તો હે મિત્ર ! તે જ કારણથી તે કેવલીઓનો નીહાર પણ અતિશયના પ્રભાવથી જ ચર્મચક્ષુવાળા જીવોને અદશ્ય હોવાથી જુગુપ્સા થવાનો દોષ આવતો નથી. હવે કદાચ તમે એમ પ્રશ્ન કરો કે તીર્થંકરભગવત્તો સાતિશય હોવાથી તેઓની નિસર્ગક્રિયા ચર્મચક્ષુવાળા જીવોને અદેશ્ય બને એટલે જુગુપ્સાનો હેતુ ન બને, પરંતુ સામાન્ય કેવલજ્ઞાની ભગવન્તો તો એવા પ્રકારના સાતિશય ન હોવાથી તેઓની નિસર્ગક્રિયા તો જુગુપ્સાનો હેતુ બને જ. માટે નિસર્ગક્રિયા કરવી જ ન પડે એટલા સારૂં કવલાહાર ન માનવો એ જ ઉચિત છે. આમ જો કહો તો તે પ્રશ્ન પણ ઉચિત નથી. કારણ કે સામાન્યકેવલિઓવડે નિર્જનદેશભાગમાં (વર્તમમાનમુનિઓની જેમ) તે નિસર્ગક્રિયા કરાતી હોવાથી જુગુપ્સા થવાનો દોષ આવતો નથી. (૭-૮) આહારગ્રહણથી શરીરની ધાતુઓનો ઉપચય થશે અને તેનાથી ભોગની વાસના થવા રૂપ રિસા, અને નિદ્રા આળશ ઇત્યાદિ થશે માટે કવલાહાર માનવો ઉચિત નથી. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે રિસા અને નિદ્રા એ અનુક્રમે મોહનીય કર્મનું કાર્ય છે અને દર્શનાવરણીય કર્મનું કાર્ય છે. ભગવાનમાં તે મોહનીય અને દર્શનાવરણીય કર્મનો અભાવ છે. તેથી શરીર પુષ્ટ થવા છતાં રિશંસા-નિદ્રા કે આળસ કેવલીમાં સંભવતાં નથી. તથા વળી હિતકારી અને પરિમિત આહારવાળા હોવાથી શરીર પણ નિરોગી અને પરિમિતપ્રમાણવાળું જ રહે છે. આ રીતે ત = તે કવલાહારનું કોઈ કાર્ય પણ તેન = તે સર્વજ્ઞની સાથે કોઈ પણ જાતનો વિરોધ પામતું નથી. नापि सहचरादि, यतस्तत्सहचरं छद्मस्थत्वम्, अन्यद् वा निगदेत, न तावदाद्यम्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506