Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

Previous | Next

Page 505
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા એમાં અમે પણ સંમત છીએ, કરવત્રાદિચાલન એ કવલાહારનું સાહચર્ય હોય જ છે. પરંતુ તે કરવકત્રાદિચાલન કેવલીપણાની સાથે વિરૂદ્ધ નથી. કેવલીપણુ આવે છતે પણ સયોગિકેવલી હોવાથી કરવસ્ત્રાદિ ચાલન હોઈ શકે છે અને જો કરવસ્ત્રાદિચાલન હોય તો કવલાહાર પણ હોઈ શકે છે. ૪૪૦ આ પ્રમાણે ઉત્તરચરાદિ (ઉત્તરચર અને પૂર્વચર) વિગેરે હેતુઓ પણ કેવલિપણાની સાથે વિરૂદ્ધ નથી તે સ્વયં સમજી લેવું. જેમ કે કવલાહારનું પૂર્વચર (૧) ક્ષુધા, (૨) પિપાસા, (૩) આહારની પ્રાપ્તિ, વિગેરે હોય છે. પરંતુ ઉપરોક્ત ત્રણે પૂર્વચરો કેવલીપણાની સાથે વિરૂદ્ધ નથી, કારણ કે વેદનીયકર્મનો ઉદય કેવલીને પણ હોવાથી કવલાહારની પૂર્વાવસ્થામાં ક્ષુધા-પિપાસા હોઈ શકે છે. તેવી જ રીતે અંતરાયકર્મનો ક્ષય હોવાથી કેવલીને કવલાહારની પૂર્વાવસ્થામાં આહારપ્રાપ્તિ હોઈ શકે છે. માટે કવલાહારનું પૂર્વચર પણ કેવલિત્વની સાથે વિરૂદ્ધ નથી. એવી જ રીતે કવલાહારનું ઉત્તરચર (૧) હસ્તવકત્રપ્રક્ષાલન, (૨) આહારનું પચન, અને (૩) મળ-મૂત્રનિસર્ગાદિ ક્રિયા છે. પરંતુ આ ત્રણે હેતુઓ કેવલીપણામાં હોઈ શકે છે. (૧) પાણીનો સંયોગ (૨) તૈજસ શરીર, (૩) નામકર્મના ઉદયથી કાયયોગ વિગેરે કેવલીને પણ હોવાથી કવલાહારનો ઉત્તરચર હેતુ પણ કેવલીપણાની સાથે અવિરૂદ્ધ જ છે. આ પ્રમાણે ‘“વસ્તાહાર-સર્વજ્ઞત્વયોવિરોધાત્' એવો મૂળસૂત્રમાં અમે કહેલો હેતુ સંપૂર્ણપણે નિર્દોષ જ છે. એવા પ્રકારની સિદ્ધિરૂપી વધૂના સંબંધથી સુશોભિત થયો. અર્થાત્ સંપૂર્ણ નિર્દોષ તરીકે સિદ્ધ થયો. इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां · रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रत्यक्षस्वरूपनिर्णयो नाम द्वितीयः परिच्छेदः આ પ્રમાણે “પ્રમાણનયતત્ત્વાલોક” નામના ગ્રંથની શ્રીરત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ સમજાવતો આ બીજો પરિચ્છેદ સમાપ્ત થયો. તેની સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ સમાપ્તિને પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506