Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 501
________________ ૪૩૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા સમવસરણમાં દેવોના સમૂહ વડે નિરંતર વરસાવાતા પુષ્પોની સુગંધ આદિના સંબંધમાત્રથી ધ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાન પણ માનવું પડશે. તેવી જ રીતે સભાના લોકોવડે પુછાતા પ્રશ્નો (અને શબ્દો) કાનવડે સાંભળવા દ્વારા શ્રોત્રેન્દ્રિયસંબંધી મતિજ્ઞાન પણ સ્વીકારવું પડશે, સભાના લોકોને ઉપદેશ આપતાં દૃષ્ટિવડે જોતાં ચાક્ષુષમતિજ્ઞાન પણ સ્વીકારવું પડશે, અને ત્રણગઢ-સિંહાસન તથા ભૂમિઆદિનો સ્પર્શનેન્દ્રિયથી સંયોગ કરતાં સ્પાર્શન મતિજ્ઞાન પણ માનવું પડશે, પરંતુ આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગમાત્ર જ હોય છે. તજ્જન્ય મતિજ્ઞાન સંભવતું નથી. કારણ કે તેઓને કેવલજ્ઞાન છે. તેવી જ રીતે રસનેન્દ્રિય અને આહારની બાબતમાં પણ સમજવું. (૨) બીજો પક્ષ “ધ્યાનવિદન” કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે કેવલી ભગવાન જ્યારે કેવલજ્ઞાન પામે છે. ત્યારથી આરંભીને શેલેષી અવસ્થાનો આરંભ (૧૪મા ગુણસ્થાનકનો આરંભ) કરે તે પહેલાં કોઈ પણ પ્રકારનું ધ્યાન સ્વીકારાયું જ નથી કે જેથી તેમાં વિદન થાય. કેવલી ભગવાનમાં ધ્યાનાન્સરિકા દશા હોય છે. કારણ કે શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધર છદ્મસ્થને હોય છે અને પાછળના બે પાયા અનુક્રમે યોગનિરોધકાલે અને અયોગી અવસ્થામાં હોય છે. વચ્ચેના કાળમાં ધ્યાનનો જ વિરહ છે તો વિદન થવાની સંભાવના જ ક્યાંથી થશે? અને જ્યારે યોગનિરોધ કે શૈલેષીઅવસ્થામાં આવે અને શુકલધ્યાનના પાછળના બે પાયા ઉપર આરોહિત થાય ત્યારે અમે પણ કવલાહાર સ્વીકારતા નથી કે જેથી ત્યાં વિદનભૂત બને. તથા વળી આ શુક્લધ્યાન શૈલેષીઅવસ્થામાં પ્રગટ થયું છતું શાશ્વત હોવાથી મોક્ષમાં પણ અનંતકાળ સુધી વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતી અવસ્થા જ રહે છે. શાશ્વત હોવાથી આવેલું આ ધ્યાન કદાપિ જતું નથી. ૩૨થા = જો એમ ન સમજીએ અને શૈલેષી અવસ્થા ભાવિ વ્યશ્ચિત્રક્રિયા અપ્રતિપાતી ધ્યાન અશાશ્વત માનીએ અને પૂર્વે સયોગી કેવલી અવસ્થામાં આવ્યું છતું ભોજનક્રિયાના વિદનથી ચાલ્યું જાય, ફરીથી આવે, ફરીથી ભોજનક્રિયાકાળે ચાલ્યું જાય એમ જો અશાશ્વત હોય તો, અને ભોજનક્રિયા તે ધ્યાનમાં વિષ્ણભૂત બનતી હોય તો, ગામાનુગામ વિહાર કરતા એવા તે ભગવાનને આ ગતિક્રિયા પણ વિદનભૂત કેમ નહીં બને ? સારાંશ કે સૌથી પહેલી વાત તો એ છે કે કેવીલને ધ્યાન જ નથી પરંતુ ધ્યાનાન્સરિકા દશા છે એટલે વિદન થતું જ નથી. અને બીજી વાત એ છે કે ભોજનની ક્રિયા જો વિદનભૂત માનશો તો ગતિ-સ્થિતિ-નિષદ્યાદિ ક્રિયાઓ પણ ક્રિયાઓ જ હોવાથી વિદનભૂત માનવી પડશે. માટે ધ્યાનવિદન નામનો બીજો પક્ષ પણ વ્યાજબી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506