________________
સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર
હોવાથી ઈચ્છારહિત છે તેથી ઉપરોક્ત સકલક્રિયાઓનો અભાવ કેવલીમાં થશે. માટે કેવલીમાં કાં તો ભોજનક્રિયાની જેમ ગતિ આદિ ક્રિયાઓનો અભાવ સ્વીકારો, કાં તો ગતિ આદિક્રિયાઓની જેમ ભોજનક્રિયાનો સદ્ભાવ સ્વીકારો. આ પ્રમાણે બુભુક્ષા (ઈચ્છા) રૂપ કારણ સર્વત્ર કવલાહારનું કારણ સિદ્ધ થતું નથી.
હવે જો તમે ‘‘અસ્મવાવ વેવ'' આપણામાં જ ઈચ્છા એ કવલાહારનું કારણ છે પરંતુ સર્વત્ર નહીં એમ જો બીજો પક્ષ કહો તો અમે સિદ્ધ સાધ્યવાલા છીએ. અર્થાત્ અમને પણ આ વાત સિધ્ધ છે. કારણ કે ખાવાની ઈચ્છા થવા રૂપ મોહનીયકર્મ આપણામાં કવલાહારનું કારણ બને છે. એ સાધ્ય (એ તમારી વાત) અમને પણ માન્ય છે. પરંતુ કેવલીમાં તો વેદનીયકર્મ અને આહારપર્યાપ્તિનામકર્મ આદિના કારણે કવલાહાર છે.
હવે ‘‘સામાન્યેન” સામાન્યથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઈચ્છારૂપ સામાન્યમોહ કવલાહારનું કારણ છે એ પક્ષ જો કહેતા હો તો તે પણ કવલાહારનું કારણ ઘટતું નથી. જો સામાન્યથી મોહજ પ્રવૃત્તિમાત્રનું કારણ માનશો તો ગતિ-સ્થિતિ અને નિષદ્યા આદિ ક્રિયાઓનું પણ તે જ મોહ કારણ માનવું પડશે, અને જો તેમ હોય તો કેવલીમાં મોહનો અભાવ હોવાથી તે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓનો પણ અભાવ જ થશે. અને તેમ જ માનીએ તો તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ પણ કેમ થશે ? માટે સર્વક્રિયાઓમાં સામાન્યથી મોહ એ કારણ નથી તેથી જ ગતિસ્થિતિ આદિ ક્રિયાની જેમ કેવલીમાં ભોજનક્રિયા પણ હોઈ શકે છે.
अथ गत्यादिकर्मैव तत्कारणम्, न मोहः । तर्हि वेदनीयादिकर्मैव कवलाहारकारणम्, न मोह इत्यपि प्रतिपद्यताम् । अथाघातिकर्म तत्कारणम् किमाहार-पर्याप्ति: नामकर्मभेदः, वेदनीयं वा ? न द्वयमप्येतत् प्रत्येकं तथा युक्तं, तथाविधाहारपर्याप्तिनामकर्मोदये वेदनीयोदयप्रबलप्रज्वलदौदर्यज्वलनोपतप्यमानो हि पुमानाहारमाहारयति, एवं च समुदितं पुनरेतद् भवति तत्कारणम्, किंतु न सार्वज्ञ्येन विरुध्यते, सर्वज्ञे त्वयाऽपि तदुपगमात् ।
૪૩૧
-
દિગંબર :- હે શ્વેતાંબરો ! તમારી વાત બરાબર નથી. કારણ કે ગતિ-સ્થિતિ-અને નિષદ્યા-આદિ ક્રિયાઓનું કારણ ગતિનામકર્મ વિગેરે છે. પરંતુ તે ક્રિયાઓમાં મોહ કારણ નથી. કેવલી ભગવાનને ગતિનામકર્મ હોય છે. તેથી ગતિ-સ્થિતિ-નિષદ્યા ક્રિયા ઘટી શકે છે. કારણ કે આ ક્રિયાઓ મોહજન્ય નથી. પણ ગતિનામ કર્મજન્ય છે.
Jain Education International
શ્વેતાંબર :- જો આટલું સમજો છો કે ગતિ-સ્થિતિ આદિ ક્રિયાઓમાં ગતિનામકર્મ કારણ છે પરંતુ મોહ કારણ નથી. તો કવલાહારમાં પણ વેદનીયકર્મ જ કારણ છે. પરંતુ મોહકારણ નથી. આ પણ માની લેવું જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org