Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 494
________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિવાર ૪ ૨૯ નથી. કારણ કે તો: = તે બે કર્મો તો માત્ર જ્ઞાનનું અને દર્શનનું આચ્છાદન કરવામાં જ ચરિતાર્થ છે. અર્થાત્ તે બે કર્મોનું જ્ઞાન-દર્શનનું આચ્છાદન કરવું એ જ માત્ર કાર્ય છે બીજુ કોઈ પણ કાર્ય તેનું નથી. તેથી કવલાહારની કારણતા જ આ બે કર્મોમાં સંભવતી નથી. હવે ઈતરકમમાં કહેલો બીજો પક્ષ એટલે અંતરાયકર્મ એ કવલાહારનું કારણ કહો, અને તે કવલાહારના કારણભૂત એવું આ અંતરાયકર્મ જ સર્વજ્ઞતાની સાથે વિરોધી છે. એમ જો કહો તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે “અંતરાય કર્મનો વિલય” એ કવલાહારની પ્રાપ્તિનું કારણ છે. પરંતુ અંતરાય કર્મ નહીં, કારણ કે અંતરાય કર્મ તો ઉલટુ ભોગ-ઉપભોગની પ્રાપ્તિમાં વિન કરનારું છે. માટે અંતરાયકર્મનો ઉદય નહીં પરંતુ અંતરાયકર્મનો વિનાશ (ક્ષયોપશમરૂપ કે ક્ષાયિકરૂપ પરંતુ અંતરાયનો વિનાશ) જ ભોગઉપભોગ-લાભ અને વીર્યની પ્રાપ્તિનું કારણ છે અને તમારા વડે પણ કેવલીપરમાત્માને તસ્ય = તે અંતરાયકર્મનો વિલય સંપૂર્ણપણે સ્વીકારાયો જ છે. એટલે કવલાહારનું યથાર્થ જે કારણ છે. તે અંતરાયકર્મવિલય સર્વજ્ઞને હોય છે. તમે પણ માનેલો જ છે. પછી તે કારણ સર્વજ્ઞતાનું વિરોધી કેમ બને? ઉલટુ પ્રાપ્તિનું કારણ બને. હવે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મ કારણપણે ઘટતાં ન હોવાથી જો મોહનીયકર્મ કવલાહારનું કારણ કહો તો અમે તમને પુછીએ છીએ કે બુભક્ષા (આહાર લેવાની ઈચ્છા) એ રૂપ મોહ એ કવલાહારનું કારણ છે કે સામાન્યથી કોઈ પણ પ્રવૃત્તિરૂપ મોહ કવલાહારનું કારણ છે ? હવે જો બુભક્ષા (આહાર ખાવાની ઈચ્છા) એ રૂપ જે મોહ છે તે જો કવલાહારનું કારણ માનો તો તેમાં પણ અમે તમને પુછીએ છીએ કે સર્વ વ્યક્તિઓમાં (આપણામાં અને સર્વજ્ઞમાં એમ બન્નેમાં) આ બુમુક્ષા કવલાહારનું કારણ છે કે માત્ર આપણામાં જ આ બુભક્ષા કવલાહારનું કારણ છે? હવે જો પ્રાચ્યપ્રકાર (પહેલો પક્ષ) કહો તો એટલે કે આ બુમુક્ષારૂપ મોહ સર્વત્ર (આપણામાં અને સર્વજ્ઞમાં) એમ બન્નેમાં કવલાહારનું કારણ છે. તો તમારી આ વાત પ્રમાણમુદ્રાથી રહિત છે. અપ્રમાણિક છે. એટલે કે સર્વત્ર બુમુક્ષારૂપ મોહ કારણ હોય એ વાતને સમર્થન કરી આપે એવું પ્રત્યક્ષ-અનુમાન-અપમાન-શાબ્દ કે અર્થોપત્તિ આદિ કોઈ પ્રમાણો નથી. તેથી આ વાત ખોટી છે. | દિગંબર :- હે શ્વેતાંબરો ! કવલાહારનું કારણ બુમુક્ષારૂપ મોહ સર્વત્ર હોય છે અમારી આ વાતમાં કોઈ જ પ્રમાણ નથી” એમ તમે કેમ કહો છો?' આ વાતની સિદ્ધિ માટે અમારી પાસે અનુમાન પ્રમાણ છે. તેથી અમારી વાત “સપ્રમાણ છે” પરંતુ “અપ્રમાણ” નથી. તે અનુમાનપ્રમાણનો પ્રયોગ આ પ્રમાણે છે. મુનિશિયા (પક્ષ), રૂછાપૂર્વિલ પર્વ (સાધ્ય), ચેતનક્રિયાત્વીત્ (હેતુ), સંપ્રતિપન્નાયાવત્ (ઉદાહરણ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506