________________
૪૩૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭
રત્નાકરાવતારિકા ચેતનની ક્રિયા હોય છે તે તે ક્રિયા ઈચ્છાપૂર્વક જ હોય છે. જેમ કે વર્તમાનકાલની આપણી સઘળી ક્રિયાઓ. આ અન્વયવ્યાપ્તિ તથા અન્વય ઉદાહરણ (ટીકામાં આપેલ છે).
ભોજન ક્રિયા પણ તથા = તેવી છે અર્થાત્ ચેતનની ક્રિયા છે. આ ઉપનય છે. અને તેથી તે ક્રિયા પણ નિયામાં ઈચ્છાપૂર્વક જ છે. આ નિગમન છે.
તે આ પ્રમાણે - કોઈ પણ પ્રમાતા પ્રથમ તો પદાર્થને જાણે છે. ત્યારપછી પદાર્થને ઈચ્છે છે. ત્યાર પછી તેને ગ્રહણ કરવા પ્રયત્ન વિશેષ કરે છે અને અત્તે તે કાર્ય પૂર્ણ કરે છે. તેમ અહીં ભોજનક્રિયા પણ ઈચ્છાપૂર્વક જ હોય છે. કેવલી નિર્મોહી હોવાથી ઈચ્છારહિત છે. માટે કવલાહારનું ઈચ્છારૂપ કારણ સર્વજ્ઞતાની સાથે વિરોધી છે. તેથી કેવલી ભગવાનને કવલાહાર હોતો નથી.
શ્વેતાંબર :- આ પ્રમાણે કહેવું નહી. તમારો “ચેતનયત્વિનું” આ હેતુ સુખ (સુતેલા), મત્ત (મદોન્મત્ત), અને મૂછિત (બેહોશ બનેલા) આદિ પુરૂષોની ક્રિયાની સાથે વ્યભિચારી છે. કારણ કે સુત-મત્ત અને મૂછિતાદિની ક્રિયાઓ ઈચ્છાપૂર્વક નથી છતાં ચેતનની જ ક્રિયાઓ છે. એટલે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક થાય છે.
દિગંબર :- અમે હેતુમાં “વવ” આટલું વિશેષણ ઉમેરીને હેતુ કહીશું. એટલે કે “વાવેતશ્ચિયાત્વત્' આવો હેતુ કહીશું. સ્વાધીન છે ચેતના જેની એવા ચેતનની ક્રિયા સદા ઈચ્છાપૂર્વક જ હોય છે. હવે અમને વ્યભિચાર દોષ આવશે નહીં, કારણ કે સુતાદિની ચેતના નિદ્રા-મદ અને મૂચ્છના કારણે સ્વાધીન નથી. તેથી તેમની ક્રિયા ઈચ્છા પૂર્વક નથી. આ સુમાદિમાં જેમ સાધ્યાભાવ છે તેમ હવે હેતુનો પણ અભાવ જ છે. હેતુની “સાધ્યાભાવવવૃત્તિ” થતી નથી.
શ્વેતાંબર :- આ પ્રમાણે સુતાદિમાં વ્યભિચાર વારવા માટે જો સ્વવીત્વ એવું વિશેષણ ઉમેરીને સવિશેષ હેતુનું કથન કરશો તો પણ કેવલીમાં રહેલી ગતિ, સ્થિતિ અને નિષદ્યા આદિ ક્રિયાઓની સાથે વ્યભિચાર આવશે. સુત-મત્ત અને મૂઈિતની ક્રિયા સ્વાધીન ચેતનાવાળી ભલે નથી. પરંતુ કેવલીની તો સર્વે ક્રિયાઓ સ્વાધીન ચેતનાવાળી જ છે. તેથી કેવલીની ગમનાગમનની ગતિક્રિયા, સ્થાન ઉપર સ્થિર રહેવાની સ્થિતિક્રિયા, અને ભૂમિ ઉપર કરાતી નિષદ્યાક્રિયા, અને આદિ શબ્દથી કરાતી વચનોચ્ચાર-શ્વાસોશ્વાસ, અને નિસગદિની સઘળી ક્રિયાઓ સ્વાધીન ચેતનાવાળી હોવાથી ઈચ્છાપૂર્વકની જ થશે, અને કેવલીને ઈચ્છા ન હોવાથી આ ક્રિયાઓનો કેવલીમાં અભાવ થશે. જે જે સ્વાધીનચેતનાની ક્રિયા હોય તે તે સઘળી જો ઈચ્છા પૂર્વક જ હોય તો કેવલી નિર્મોહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org