Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

Previous | Next

Page 493
________________ ૪ ૨ ૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા आभ्यन्तरमपि तत्कारणं शरीरं कर्म वा ? न तावत् प्रथमं विरुध्यते, भुक्तिहेतोस्तैजसशरीरस्य सार्वज्येन सार्धं त्वयाऽपि सत्त्वस्वीकारात् । कर्माऽपि घाति, अघाति वा? घात्यपि मोहरूनं इतरद् वा ? इतरदपि ज्ञानदर्शनावरणे अन्तरायो वा ? नाद्यः तयोर्ज्ञानदर्शनावरणमात्रचरितार्थत्वेन तत्कारणत्वानुपपत्तेः । नाऽपि द्वितीयः, अन्तरायविलयस्यैव तत्कारणत्वात् । तस्य च साकल्येन केवलिनस्त्वयापि स्वीकारात् । मोहोऽपि बुभुक्षालक्षणस्तत्कारणम्, सामान्येन वा ? प्रथमप्रकारे सर्वत्रापीयं तत्कारणम् अस्मदादावेव वा ? प्राच्यः प्रमाणमुद्रादरिद्रः । __ अथ या चेतनक्रिया सेच्छापूर्विकैव, यथा संप्रतिपन्ना,तथा च भुजिक्रिया-इत्यस्ति प्रमाणम्, तथाहि - प्रथमं प्रमाता प्रमिणोति, तत इच्छति, अनन्तरं यतते, ततोऽपि करोतीति । नैवम्, सुप्तमत्तमूर्छितादिक्रियाभिर्व्यभिचारात् । स्ववशचेतनक्रियेति सविशेषणहेतूपादानेऽपि केवलिगतगतिस्थितिनिषद्यादिक्रियाभिर्व्यभिचारात् । द्वितीये तु सिद्धसाध्याः स्मः, केवलिनि वेदनीयादिकारणिकाया भुक्तेः सिद्धत्वात् । न सामान्येनापि मोहस्तत्कारणम्, एवं हि गतिस्थितिनिषद्यादीनामपि स एव कारणं स्यात्, तथा च केवलिनि मोहाभावात् तासामप्यभावो भवेदिति, कुतस्तीर्थप्रवृत्तिः स्यात् ? । હે દિગંબરો ! હવે તમે જો “સર્વજ્ઞતાનો કવલાહારના અત્યંતરકારણની સાથે વિરોધ કહેતા હો તો કહો કે અત્યંતર કારણ એવું તે શું છે? કે જેનો સર્વજ્ઞતાની સાથે વિરોધ તમને દેખાય છે. (૧) શું અભ્યતર એવું (તૈજસ) શરીર છે ? કે કર્મકારણ છે ? પહેલું જે તૈજસ શરીર કહ્યું તે તો સર્વજ્ઞતાની સાથે વિરોધ પામશે નહીં, કારણ કે ભોજનક્રિયા દ્વારા ગૃહીત આહારને પચાવવામાં કારણભૂત એવું તૈજસ શરીરનું અસ્તિત્વ સર્વજ્ઞતાની સાથે તમારાવડે પણ સ્વીકારાયું જ છે. તૈજસકાર્પણ-શરીરનામકર્મનો ઉદય અને સત્તા તેરમા ગુણઠાણાના ચરમસમયસુધી તમે પણ માનેલી જ છે. હવે જો “કર્મ” કારણને સર્વજ્ઞતાનું વિરોધી માનતા હો તો કહો જોઈએ કયું કર્મ સર્વજ્ઞતાનું વિરોધી છે? શું ઘાતિકર્મ વિરોધી છે? કે અઘાતિકર્મ વિરોધી છે ? હવે જો ઘાતિકર્મરૂપ આહારનું કારણ સર્વજ્ઞતાનું વિરોધી હોય તો પણ મોહનીયકર્મરૂપ જે ઘાતિકર્મ છે તે વિરોધી છે કે મોહનીયકર્મથી જે ઈતરક છે, તે વિરોધી છે? જો ઈતરક વિરોધી હોય તો પણ શું જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયકર્મ વિરોધી છે કે અત્તરાયકર્મ સર્વજ્ઞતાનું વિરોધી છે ? જો પહેલો પક્ષ કહો તો એટલે કે જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ એ કવલાહારનું કારણ છે અને સર્વજ્ઞતાની સાથે વિરોધી છે એમ જો કહો તો તે બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506