Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

Previous | Next

Page 491
________________ ૪ ૨૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા જ્ઞાન પણ તેવું થશે અર્થાત્ કવલાહારની સાથે વિરોધી થશે. કારણ કે તરૂણતર એવા (એટલે કે મધ્યાહ્નકાળના) સૂર્યનાં કિરણોના સમૂહની સાથે જે અંધકારસમૂહ વિરોધવાળો હોય છે. તે જ અંધકારસમૂહ પ્રદીપના પ્રકાશની સાથે પણ તેમ જ હોય છે. એટલે કે વિરોધ વાળો જ હોય છે. તેથી (વિરૂદ્ધ) નથી એમ નહીં, પરંતુ વિરૂદ્ધ જ હોય છે. સારાંશ કે જે વસ્તુ મહાતેજની સાથે વિરોધી હોય તે જ વસ્તુ અલ્પ તેજની સાથે પણ વિરોધી જ હોય છે. તેવી જ રીતે જે કવલનીય આહાર સર્વજ્ઞતાની સાથે વિરોધી છે તે જ કવલનીય આહાર અલ્પજ્ઞાનની સાથે પણ વિરોધી જ બને છે. તેથી હથેળીમાં રહેલા આહાર સંબંધી અલ્પ પણ જ્ઞાનની ઉત્પત્તિ થયે છતે આપણને સર્વેને પણ તેનો (એટલે આહારનો) અભાવ જ થશે. તે કારણથી હે દિગંબરો ! અહો ! આશ્ચર્યની વાત છે કે તમારી તત્ત્વ વિચારવાની આ કોઈ અલૌકિક કુશળતા છે કે આપણામાં પણ આહારની અપેક્ષા હવે રહેશે નહીં. કારણ કે પ્રદીપાલોક અને અંધકારમાં જે સાક્ષાવિરોધ અનુભવાય છે. તેનાથી જ સૂર્યપ્રકાશ અને અંધકારમાં પણ વિરોધ સ્વીકારાય છે. આમ સ્વીકારવામાં તે જ ઉપાયરૂપ બને છે. તેવી જ રીતે આપણા લોકોમાં તો: = તે જ્ઞાન અને કવલાહારના વિરોધનો જો બોધ થતો હોય તો જ તે બોધ તત્ર = તે સર્વજ્ઞમાં તપ્રતિપત્ત = જ્ઞાન અને આહારનો તે વિરોધ સ્વીકારવામાં ઉપાયભૂત થાય, અર્થાત્ અલ્પવિષયમાં વિરોધ દેખાતો હોય તો મહાવિષયમાં પણ વિરોધ સ્વીકારી શકાય, કારણ કે કેવલજ્ઞાનીમાં રહેલો તે વિરોધ સાક્ષાત્ તો આપણાથી અગોચર જ છે. પ્રથમ તો કેવલી જ અગોચર છે અને કદાચ કેવલી દેખાય તો પણ તેનામાં રહેલું જ્ઞાન અમૂર્ત હોવાથી અગોચર છે. હવે જો જ્ઞાન અગોચર છે. તો જ્ઞાન અને આહારનો તે વિરોધ તો, વિરોધી એવા તે બન્ને પદાર્થોની અગોચરતાથી જ અગોચર બને છે. તેથી જેમ આપણા લોકોમાં જ્ઞાનની તરતમતા જણાય છે. તેના ઉપરથી તે તરતમતાનો ક્યાંક અંત હોવો જોઈએ. એમ અનુમાન કરીને કેવલજ્ઞાનીમાં રહેલી તે સર્વવિષયસંબંધી સર્વજ્ઞતા કલ્પીએ છીએ. તેવી જ રીતે જો આપણા લોકોમાં તરતમતાવાળા જ્ઞાનની સાથે કવલાહારના વિરોધનો અનુભવ થાય, તો જ તે અનુભવ કેવલજ્ઞાનીમાં પણ જ્ઞાન અને કવલાહારના વિરોધનું અનુમાન અવશ્ય કરાવે. પરંતુ ખરેખર આપણા લોકોમાં વિરોધ નથી માટે કેવલીમાં પણ વિરોધ ન હોય. હવે કવલાહારનું બીજું બાહ્યકારણ જે પાત્રાદિ છે. તે સર્વજ્ઞતાની સાથે વિરોધધુરાને ધારણ કરે છે એમ જો કહો તો તે પક્ષ પણ નિર્દોષ નથી. કારણ કે જે તીર્થકર ભગવન્તો છે તે તો નિયમા પાણિપાત્ર જ હોય છે. એટલે કે કરપાત્રી જ હોય છે. અન્યપાત્રો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506