________________
૪ ૨૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭
રત્નાકરાવતારિકા
પ્રક્ષેપ કરવો) તે સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે? કે (૨) કવલાહારનું જ કારણ છે (બાહ્યકારણ આહાર અને પાત્રાદિ, અભ્યત્તર કારણ શરીર અને કર્માદિ) તે સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે? કે (૩) કવલાહારનું જે કાર્ય છે (રસનેન્દ્રિયજન્ય જ્ઞાનાદિ) તે શું સર્વજ્ઞતાની સાથે વિરોધ પામે છે કે (૪) કવલાહારનું જે સહચરાદિ છે (છદ્મસ્થતા કે કરવગ્નાદિનું ચાલન) તે સર્વજ્ઞતાની સાથે વિરોધી છે ? આ ચાર પક્ષોમાંથી કહો કવલાહારની સાથેનો કયો ધર્મ સર્વજ્ઞતાની સાથે વિરોધી બને છે કે જેથી તમારે કવલાહાર સર્વશને ન હોય એમ માનવું પડે છે ? તથા વળી આ સઘળા ચારે પક્ષો પણ શું પરસ્પર પરિહારરૂપે વિરોધ પામે છે? કે સહાનવસ્થાનરૂપે વિરોધ પામે છે?
હવે જો પ્રાચીનપક્ષ કહેતા હો તો “એટલે પરસ્પરપરિહારરૂપ વિરોધ” કહેતા હો તો એટલે કે જ્યાં પ્રકાશ હોય ત્યાં તમન્ ન હોય અને જ્યાં તમન્ હોય ત્યાં પ્રકાશ ન હોય, એક બીજા એકબીજાના પરિહારમાં જ વર્તે છે તેમ “જ્યાં જ્ઞાન હોય ત્યાં કવલાહાર ન હોય અને જ્યાં કવલાહાર હોય ત્યાં જ્ઞાન ન હોય” આવો પરસ્પર પરિહારરૂપ વિરોધ જો માનો તો તમારા જ્ઞાનની સાથે પણ કવલાહારના વ્યાપકાદિનો (વ્યાપક-કારણ-કાર્ય અને સહચરાદિનો) પરસ્પરપરિહાર સ્વરૂપ વિરોધ થવાથી તમને પણ કવલાહારના અભાવની આપત્તિ આવશે, કારણ કે તમે જ્ઞાન-કવલાહારનાં વ્યાપકાદિનો પરસ્પરવિરોધ માનો છો. તેથી સર્વજ્ઞમાં જ્ઞાન હોવાથી જેમ કવલાહાર ન સંભવે તેમ તમારામાં પણ જ્ઞાન હોવાથી કવલાહાર ન હોઈ શકે, તેથી અહો! આશ્ચર્યની વાત છે કે તમારી મહેનત (ચર્ચા કરવાની રીત) કેવી છે કે જે પોતાનો જ પરાભવ કરે છે. પોતાના જ પગમાં કુહાડો લગાડે છે.
હવે હે દિગંબરો ! જો તમે “સહાનવસ્થાન” રૂપ વિરોધ કહો તો, એટલે કે કવલાહારનાં વ્યાપકાદિનો (વ્યાપકનો, કારણનો, કાર્યનો અને સહચરાદિનો) સર્વજ્ઞતાની સાથે નહીં રહેવારૂપે વિરોધ કહો તો સૌથી પ્રથમ કવલાહારનું જે વ્યાપક છે તે તો સર્વજ્ઞતાની સાથે વિરોધ પામતું નથી. કારણ કે કવલાહારનું વ્યાપક છે વિશિષ્ટશક્તિના વશથી ઉદર રૂપી કન્દરાના ખુણામાં આહાર નાખવો તે, અર્થાત્ જ્યાં જ્યાં કવલાહાર હોય ત્યાં ત્યાં હાથ અને મુખની વિશિષ્ટ શક્તિદ્વારા ઉદરમાં આહારપ્રક્ષેપ કરવો તે જ વ્યાપક છે. પરંતુ સર્વજ્ઞભગવતોમાં સર્વજ્ઞતા હોતે છતે પણ ઉદરમાં આહારપ્રક્ષેપ કરવા સ્વરૂપ વ્યાપક તો સારી રીતે સંભવી શકે છે. કારણ કે આ સર્વજ્ઞભગવન્તોએ તો વીર્યાનારાય કર્મનું તો મૂલથી જ ઉમૂલન કરેલું છે. તેથી અનંતશક્તિ આવિર્ભત થયેલી છે. માટે ઉદરમાં આહારપ્રક્ષેપ કરવામાં કારણભૂત એવી શકિતવિશેષ તો તેઓશ્રીમાં વધારે સારી રીતે સંભવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org