________________
સર્વશમાં કવલાહારના વિરોધનો પરિહાર
૪ ૨ ૩
આત્માને કવલાહાર હોતો નથી. એમ દિગંબર જૈનો માને છે. તેનું ખંડન હવે શ્વેતાંબર જૈનાચાર્યશ્રી શરૂ કરે છે.
તે આ પ્રમાણે - કવલાહારનો અને સર્વજ્ઞતાનો તમે જે વિરોધ કહો છો તે શું તમે સાક્ષાત્ વિરોધ કહો છો? કે પરંપરાએ વિરોધ કહો છો? મી = લજ્જા વિનાના એવા હે દિગંબરો ! તમે ઉપરોક્ત બે પ્રકારના વિરોધમાંથી કયો વિરોધ કહો છો ? તે બે પક્ષોમાં દક્ષ એવા હે ક્ષપણકો ! (દિગંબરો) જો તમે સાક્ષાત્ વિરોધવાળા પક્ષની (૩પપ =) રજુઆત કરવામાં જ દીક્ષિત (ઓતપ્રોત) હો તો તે કથન તન્ન તુચ્છ છે અર્થાત્ નિરર્થક છે. કારણ કે સર્વજ્ઞતા હોતે છતે કેવલીભગવાન્ કવલાહારને પામી ન શકે અર્થાત્ મેળવી ન શકે આ વાત યુક્તિસિદ્ધ નથી ૧, તથા પ્રાપ્ત થયેલા એવા પણ કવલાહારને ગ્રહણ કરી ન શકે આ વાત પણ યુક્તિસિંદ્ધ નથી રે, અથવા આહાર ગ્રહણ કરવાને સમર્થ હોવા છતાં પણ નિર્મળ એવું પ્રાપ્ત થયેલું કેવલજ્ઞાન પલાયન થઈ જશે એવા ભયની શંકાથી આહાર કરતા નથી આ વાત પણ યુક્તિસિદ્ધ સંભવતી નથી ૩, કારણ કે આ ભગવાને અત્તરાયકર્મ અને કેવલજ્ઞાનાવરણીયકર્મ મૂલ સહિત સંપૂર્ણપણે દૂર કરેલાં છે. આહારની પ્રાપ્તિ ન થાય એ પહેલી વાત લાભાારાયકર્મ ક્ષીણ કરેલું હોવાથી મિથ્યા છે. ભોગાન્તરાય અને વીર્યાન્તરાયકર્મ ક્ષીણ કરેલું હોવાથી આહાર લઈ ન શકે તે બીજી વાત પણ મિથ્યા છે. અને કેવલજ્ઞાનાવરણીય કર્મ ક્ષીણ કરેલું હોવાથી કેવલજ્ઞાન પલાયન થઈ જશે આ ત્રીજી વાત પણ મિથ્યા છે. માટે સર્વજ્ઞતાને કવલાહારી સાથે સાક્ષાવિરોધ તો કોઈ પણ રીતે સંભવતો જ નથી
अथ परम्पराकल्पकल्पनास्वल्पतल्पगा जल्पेयुः, तदप्यल्पीयः, यतः किमेवं सति कवलाहारस्य व्यापकम्, कारणम्, कार्यम्, सहचरादि वा सार्वइयेन विरोधमधिवसेत् ? अशेषमपि चैतत् परस्परपरिहारेण सहानवस्थानेन वा विरुध्येत ? प्राचीनेन चेत् - तदानीं तावकज्ञानेनापि साकं कवलाहारव्यापकादेः परस्परपरिहारस्वरूपविरोधसभावाद् भवतोऽपि कवलाहाराभावः स्यात् - इत्यहो ! पुरुषकारः, यत् स्वस्यैव प्रभवितासि । द्वितीयेन तु न तावद् व्यापकं व्याहन्यते । कवलाहारस्य हि व्यापकं शक्तिविशेषवशादुदरकन्दराकोणे क्षेपः । स च सति सार्वइये सुतरां सम्भाव्यते, वीर्यान्तरायकर्मनिर्मूलोन्मूलनात् तत्र तत्क्षेपहेतोः शक्तिविशेषस्य सम्भवात् ।।
હવે દિગંબરો જો પરંપરા વિરોધવાળા પક્ષની કલ્પના કરવારૂપી તુચ્છ શય્યામાં પોઢેલા એવા તમે તે પક્ષને કહો તો, અર્થાત્ કવલાહાર અને સર્વજ્ઞતાની વચ્ચે પરંપરાએ વિરોધ છે એમ જો દિગંબરો કહે તો તે વાત પણ તુચ્છ છે. કારણ કે જો એમ પરંપરાએ વિરોધ હોય તો (૧) શું કવલાહારનું જે વ્યાપક છે (શક્તિવિશેષથી ઉદરમાં આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org