Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 497
________________ ૪ ૩ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા તથા વળી તત્ત્વાર્થસૂત્રમાં “પ્રવેશ નિને' વેની શેષા: અધ્યાય ૯, સૂત્ર ૧૧/૧૬ માં ક્ષુધા પિપાસા આદિ પરિષદો વેદનીયકર્મના ઉદયથી કહ્યા છે અને કેવલીને આ અગ્યાર પરિષહો હોય છે. એમ પણ કહ્યું છે, તે ઉપરથી પણ સુધા-પિપાસામાં વેદનીય કર્મ જ કારણ છે. પરંતુ મોહનીયકર્મ કારણ નથી એમ માની લેવું જોઈએ. હે દિગંબરો ! હવે જો તમે અઘાતિકર્મ એ કવલાહારનું કારણ કહો તો આહારપર્યાપ્તિરૂપ નામકર્મનો જે ભેદ છે તે આહારનું કારણ છે ? કે વેદનીયકર્મ કારણ છે. નામકર્મના ૪ર૬૯૩૧૦૩ ભેદોમાં ત્રસદશક છે. તેમાં પર્યાપ્ત નામકર્મ આવે છે. પર્યાપ્તિઓ છ હોવાથી તે તે પર્યાતિને આશ્રયી આ પર્યાપ્ત નામકર્મ પણ છ પ્રકારનું બને છે. તેમાં પ્રથમ નંબરની જે પર્યાપ્તિ, તેના સંબંધી જે નામકર્મ તે આહારપર્યામિનામકર્મ, કહો હવે આ બેમાં કવલાહારનું કારણ કોણ છે ? આ બન્ને પણ એકેક (જુદાં જુદાં) કવલાહારનું કારણ છે એમ માનવું તે યુક્તિયુકત નથી. કારણ કે આહારપર્યામિનામકર્મ વિના એકલું વેદનીયકર્મ, અને વેદનીયકર્મ વિના એકલું આહારપર્યાપ્તિનામકર્મ ક્યારે ય પણ, કોઈને પણ ઉદયમાં હોતાં નથી. સદા ચારે અઘાતિકર્મો સાથે જ ઉદયમાં હોય છે. તેથી જ તેવા પ્રકારના આહારપર્યાપ્તિનામકર્મનો જ્યારે ઉદય ચાલતો હોય છે. ત્યારે જ વેદનીય કર્મના ઉદયથી પ્રબળરૂપે પ્રજ્વલિત થયેલી જઠરાગ્નિથી પીડાતો પુરૂષ આહાર ગ્રહણ કરે છે. આ પ્રમાણે આહાર પર્યાતિનામકર્મ અને વેદનીયકર્મ એમ સમુદિત થયેલાં એવાં આ બન્ને કર્મો કવલાહારનું કારણ બને છે. આમ માનવું જોઈએ. અને કેવલીભગવાનને હજુ ચારે અઘાતિકર્મોનો ઉદય ચાલુ જ હોય છે. એટલે આ આહારપર્યાપ્તિનામકર્મ અને વેદનીયકર્મનો ઉદય કેવલીમાં હોય જ છે. તેથી કવલાહારના કારણભૂત આ બે કર્મોનો ઉદય સર્વજ્ઞતાની સાથે વિરોધ પામતો નથી. તમારાવડે પણ તે બે કર્મોનો ઉદય સર્વજ્ઞમાં સ્વીકારાયેલો જ છે. તેથી આ બે કર્મના સમુચ્ચયરૂપે ઉદયથી જન્ય કવલાહાર પણ કેવલીમાં અવિરૂદ્ધ જ છે. अथ मोहसहकृतं तत् कारणम् । तदसङ्गतम्, गत्यादिकर्मणामिवास्यापि मोहसाहायकरहितस्यैव तत्र तत्कारित्वाविरोधात् । अथाशुभप्रकृतय एवास्य साहायकमपेक्षन्ते, नान्या गत्यादयः, अशुभप्रकृतिश्चयमसातवेदनीयरूपेति चेत् । तत्किमियं परिभाषा ? अस्मदादौ तथादर्शनादेवं कल्प्यत इति चेत् । ननु शुभप्रकृतयोऽप्यस्मदादौ मोहसहकृता एव स्वकार्यकारणकौशलमवलम्बमाना विलोकयाञ्चक्रिरे, ततस्ता अपि तथा स्युः, ततो नैतद्वयस्य मोहापेक्षस्य तत्कारणत्वम्, किन्तु स्वतन्त्रस्य । तच्च केवलिन्यविकलमस्त्येव । तन्न कारणं केवलित्वेन विरुध्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506