________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
નૈયાયિક :- હે જૈન ! તમારા વડે અમને અપાયેલી આ બાધા (અંશથી બાધિત થવાપણાનો દોષ) તો જ આવે છે કે જો પૃથ્વી પર્વતાદિ પદાર્થોની રચના કરવામાં અતિશય સાવધાન એવો પુરૂષ (જગત્કર્તા) ઈન્દ્રિયજન્ય એવા જ્ઞાનના આલંબનભૂત અમે સ્વીકારેલો હોય તો. પરંતુ આ કર્તા તો અમે અતીન્દ્રિય માનેલો છે. એટલે અમ્ર-તરૂ અને વિદ્યુદાદિ જે પદાર્થોં હાલ ઉત્પશ થાય છે. ત્યાં પણ અતીન્દ્રિયજ્ઞાનથી ગમ્ય એવો અતીન્દ્રિયશરીરવાળો વિધાતા છે જ. તેથી તમારો આપેલો અંશથી બાધા આવવાનો આ ઉપદ્રવ (દોષ) અમને લાગતો જ નથી.
૪૧૬
જૈન :- હે નૈયાયિક ! આવું ન કહેવું. કારણ કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય જ છે. જેમ કે મહાનસ પર્વત-ચત્ત્તર ઇત્યાદિ. આવા પ્રકારના ધૂમથી થતા અગ્નિના અનુમાનની જેમ વ્યાપ્તિનું પ્રતિપાદન કરવામાં સમર્થ એવું પ્રમાણ તો અહીં તમારા અનુમાનમાં પણ ઈન્દ્રિય દ્વારા ઉત્પન્ન થનારા જ્ઞાન વડે જ તમને માન્ય છે.
=
–
ધૂમ દ્વારા પર્વતમાં જ્યારે અગ્નિનું અનુમાન કરાય છે ત્યારે પણ (પારાવારોદ્ભવ સમુદ્રમાં ઉત્પન્ન થનાર) વડવાનલ, (ૌર્ય ઉદરમાં ઉત્પન્ન થનાર એવી તનૂનપાત્ અગ્નિ) જઠરાગ્નિ, તથા તવિતર તે બન્નેથી ભિન્ન એવી તનૂનપાત્ = અગ્નિ જે) પર્વતચત્વર અને મહાનસીયાદિ અગ્નિ, આ સર્વે અગ્નિઓ અગ્નિત્વ ધર્મવડે તુલ્ય હોવા છતાં પણ સર્વની સાથે સમાનરૂપે વ્યાપ્તિ પ્રસિદ્ધ નથી. સારાંશ કે જ્યારે જ્યારે ન્યાયશાસ્ત્રોમાં ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં આવે છે અને વ્યાપ્તિ જણાવવામાં આવે છે ત્યારે વડવાનલ અને જઠરાગ્નિનો અગ્નિ ઈતર અગ્નિની સાથે અગ્નિપણે સમાન હોવા છતાં પણ વ્યાપ્તિમાં દૃષ્ટાન્તરૂપે ક્યાંય પણ તે અતીન્દ્રિય અગ્નિ લેવાતો નથી. પરંતુ તે બન્ને અગ્નિને મુકીને પર્વતીયાદિ ઈતર અગ્નિ જ લેવાય છે. અને આવા ઈન્દ્રિયગમ્ય જ અગ્નિનું જ્ઞાન કરાય છે. પરંતુ ક્યાંય પણ ક્યારે પણ અતીન્દ્રિય એવા વડવાનલ કે જઠરાગ્નિનું શાન કરાતું નથી.
=
માટે તમારૂં આ અનુમાન પણ ઈન્દ્રિયોથી જ ઉત્પન્ન થનારા જ્ઞાનથી જાણી શકાય એવા જ પદાર્થોના આલંબનવાળું હોવું જોઈએ. એટલે બુદ્ધિમવિધેય એવું સાધ્ય પણ ઈન્દ્રિયજન્યજ્ઞાનનો જ વિષય હોવો જોઈએ. અન્યથા એટલે જો એમ નહી માનો તો ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવડે વ્યાપ્તિની પ્રતીતિ દુર્બોધ થઈ જશે. એટલે કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વિહ્ન હોય છે જેમ કે એમ કહીને જે પર્વત ચત્વર-મહાનસ આદિનાં ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષનાં દૃષ્ટાન્તો આપી વ્યાપ્તિ સમજાવીએ છીએ તે દુર્બોધ થશે. કારણ કે અતીન્દ્રિયનાં દૃષ્ટાન્તો કોઈ આપતું નથી. અને જો આપે તો પણ તે દૃષ્ટાન્તો અતીન્દ્રિય હોવાથી લોકભોગ્ય ન બનતાં વ્યાપ્તિને સમજાવનારાં બનશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org